કેન્સરની જેમ આ બીમારીઓની પણ અગાઉ નહોતી સારવાર, બાદમાં બની વેક્સીન
રશિયાએ કેન્સરની રસી બનાવીને કેન્સરની સારવારમાં ક્રાંતિ લાવી દીધી છે. કેન્સર અગાઉ હેપેટાઇટિસ બી, એચપીવી, અને હેપેટાઇટિસ A જેવા ઘણા રોગોની રસી શોધવામાં આવી છે. વિશ્વની સૌથી ખતરનાક બિમારીઓમાંની એક કેન્સરની રસી રશિયાએ બનાવી લીધી છે. એવો દાવો કરવામાં આવે છે કે આ વિશ્વની પ્રથમ કેન્સરની રસી છે. રશિયન સમાચાર એજન્સી TASS અનુસાર, આ રસી 2025માં લોન્ચ કરવામાં આવશે અને રશિયાના લોકોને મફતમાં આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆપણે બધાએ કોરોના મહામારીની તબાહી જોઈ છે. આ વાયરસ (કોવિડ 19)ને કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. જો કે, તેની રસી લીધા પછી લોકોનો ડર સમાપ્ત થઈ ગયો. પ્રથમ કોવિડ -19 રસી 2020ના અંતમાં મંજૂર કરવામાં આવી હતી.
હેપેટાઈટીસ બી એ એક રોગ છે જે લીવરને અસર કરે છે. આ લીવરને નુકસાન પહોંચાડી શકે છે. અગાઉ હેપેટાઇટિસ બીનો કોઈ ઈલાજ નહોતો, પરંતુ 1980ના દાયકામાં રસીની શોધે આ રોગની સારવારમાં ક્રાંતિ લાવી દીધી. આ રસી હેપેટાઇટિસ બી વાયરસ (HBV) દ્વારા થતા લીવરના ચેપ સામે રક્ષણ આપે છે.
તે પોલિયો વાયરસથી થતો રોગ છે. મોટાભાગના લોકોમાં તેના લક્ષણો એકદમ હળવા હોય છે અથવા બિલકુલ થતા નથી. કેટલાક લોકોમાં આ ચેપ લકવો અથવા મૃત્યુનું કારણ પણ બની શકે છે. તેની રસી વિકસાવ્યા બાદ હવે દેશમાં આ રોગનો ખતરો સંપૂર્ણપણે ઘટી ગયો છે.
એક અન્ય બીમારી છે હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી) છે, જે ગર્ભાશયના સર્વિક્સ કેન્સરનું મુખ્ય કારણ છે. અગાઉ એચપીવીનો કોઈ ઈલાજ નહોતો, પરંતુ 2000 ના દાયકામાં રસીની શોધે આ રોગની સારવારમાં ક્રાંતિ લાવી.
1. ડિપ્થેરિયા, 2. ટીબીની રસી બીસીજી કહેવાય છે. 3. ઓરી, ગાલપચોળિયાં અને રૂબેલા માટે સંયુક્ત રસી બનાવવામાં આવી છે. 4. શિંગલ્સની રસી હર્પીસ ઝોસ્ટર સામે રક્ષણ આપે છે. 5. ટેટનસની રસી લોકજૉથી રક્ષણ આપે છે. 6. હૂપિંગ કફની રસી 7. ડેન્ગ્યુની રસી 8. હડકવાની રસી 9. જાપાનીઝ એન્સેફાલીટીસની રસી
ચિકનપૉક્સ એ વાયરલ ચેપ છે જે મોટે ભાગે બાળકોમાં જોવા મળે છે. તે વેરિસેલા-ઝોસ્ટર વાયરસથી થાય છે. જેના કારણે શરીર પર લાલ ફોલ્લીઓ દેખાય છે. ખંજવાળ સાથે દુખાવો થાય છે અને ક્યારેક તાવ પણ આવે છે. તેની રસી વેરીસેલા સામે રક્ષણ આપે છે.