Seeds for Hair Fall : ખરતાં વાળથી પરેશાન છો? ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી સીડ્સ
ખરતા અને નિર્જીવ વાળની સમસ્યાને ઓછી કરવા માટે તમે ઘણા પ્રકારના ઘરગથ્થુ ઉપાયોનો આશરો લો છો, પરંતુ ઘણી વખત આ ઘરેલું ઉપચાર તમને વધુ સારું પરિણામ નથી આપતા. તેનું કારણ શરીરમાં પોષક તત્વોની ઉણપ હોઈ શકે છે. આ પોષક તત્વોની ઉણપને દૂર કરવા માટે તમે કેટલાક હેલ્થી સીડ્સનું સેવન કરી શકો છો. આવો જાણીએ આ બીજ વિશે (Photo - Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાળની સમસ્યાઓ ઘટાડવા માટે તમારા આહારમાં તલનો સમાવેશ કરો. આ સિવાય તમે વાળમાં તલનું તેલ પણ લગાવી શકો છો. તેનાથી વાળને સંપૂર્ણ પોષણ મળે છે. (Photo - Freepik)
કોળાના બીજમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે ખરતા અને નિર્જીવ વાળની સમસ્યાને ઘટાડી શકે છે. (Photo - Freepik)
ખરતા અને નિર્જીવ વાળની સમસ્યાને દૂર કરવા કલોંન્જીના બીજનો ઉપયોગ કરો. આ બીજનું પાણી પીવાથી તમારા વાળનો ગ્રોથ સારો થાય છે. (Photo - Freepik)
ચિયાના બીજ વજન ઘટાડવાની સાથે વાળની સમસ્યાઓને દૂર કરવામાં પણ અસરકારક છે. (Photo - Freepik)
ફ્લેક્સસીડનું સેવન કરવાથી વાળ તૂટવાની અને બેજાન થવાની સમસ્યા ઓછી થાય છે. (Photo - Freepik)
વાળની સમસ્યાને ઓછી કરવા માટે મેથીના દાણાને ડાયટમાં સામેલ કરી શકાય છે. ઉપરાંત, તમે તેને હેર કેર પ્રોડક્ટ્સમાં ઉમેરીને તેનો ઉપયોગ કરી શકો છો. (Photo - Freepik)