ફ્લાઈટમાં પાઈલટ અને કો-પાઈલટને જમવાનું અલગ અલગ કેમ અપાય છે, કેમ બનાવ્યો આ નિયમ?
પાઈલટ અને કોપાઈલટને અલગ અલગ ભોજન આપવાનું સૌથી મોટું કારણ ફૂડ પોઈઝનિંગ એટલે કે દૂષિત ખોરાકથી થતી બીમારીથી બચાવવાનું છે.
Continues below advertisement

ફ્લાઈટમાં પાઈલટ અને કો-પાઈલટને જમવાનું અલગ અલગ કેમ અપાય છે
Continues below advertisement
1/8
પાઈલટ અને કોપાઈલટને અલગ અલગ ભોજન આપવાનું સૌથી મોટું કારણ ફૂડ પોઈઝનિંગ એટલે કે દૂષિત ખોરાકથી થતી બીમારીથી બચાવવાનું છે જો ફ્લાઈટમાં આપવામાં આવેલા ભોજનમાં કોઈ પણ પ્રકારની ગરબડ કે બેક્ટેરિયા હોય તો તેને ખાઈને કોઈ પણ બીમાર પડી શકે છે
2/8
જો બંને પાઇલટ્સને એક જ પ્રકારનું ભોજન આપવામાં આવે અને તે ખરાબ નીકળે તો બંને એક સાથે બીમાર પડી શકે છે આવી સ્થિતિમાં હવામાં ઉડતા વિમાનને સંભાળનાર કોઈ નહીં બચે જેનાથી સેંકડો મુસાફરોનો જીવ જોખમમાં મુકાઈ શકે છે
3/8
આ કડક નિયમ પાછળ ઇતિહાસની એક અત્યંત ગંભીર અને બોધપાઠ આપનારી સત્ય ઘટના જોડાયેલી છે. વર્ષ 1984માં લંડનથી ન્યૂયોર્ક જઈ રહેલી એક પ્રખ્યાત કોનકોર્ડ સુપરસોનિક ફ્લાઇટમાં દૂષિત ભોજનને કારણે ક્રૂ મેમ્બર્સ સહિત લગભગ 120 મુસાફરો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા
4/8
બધાને તાવ ઉલટી અને ઝાડાની ફરિયાદ થઈ હતી અને એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું હતું તે દરમિયાન વિમાન ઉડાવી રહેલા પાઇલટ્સને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો જેના પછી આ સુરક્ષા નિયમ ખૂબ જ કડક બની ગયો હતો
5/8
હવાઈ સુરક્ષાને મજબૂત કરવા માટે ઘણી આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ આ નિયમને ખૂબ જ ઝીણવટપૂર્વક લાગુ કરે છે પાઈલટ અને કો પાઈલટ માટે ભોજન બનાવતી કેટરિંગ યુનિટ્સ પણ અલગ અલગ હોય છે જેથી જો એક જગ્યાના ભોજનમાં કોઈ સમસ્યા હોય તો બીજો સુરક્ષિત રહે.
Continues below advertisement
6/8
આ નિયમ ફ્લાઇટના ટેક-ઓફ થવાથી લઈને સુરક્ષિત લેન્ડિંગ કરવા સુધી સંપૂર્ણ કડકાઈથી લાગુ કરવામાં આવે છે આ દરમિયાન બંનેમાંથી કોઈને પણ એકબીજાનું ભોજન ચાખવાની અથવા તેને એકબીજા સાથે શેર કરવાની સખત મનાઈ હોય છે.
7/8
આ નિયમનું એક બીજું રસપ્રદ પાસું એ છે કે બંને પાઇલટ્સ એક જ સમયે ભોજન પણ કરી શકતા નથી. જો મુખ્ય પાઇલટે શાકાહારી માંસાહારી અથવા ગ્લુટેન ફ્રી જેવું કોઈ ખાસ ભોજન પસંદ કર્યું હોય તો સહ પાઇલટને કોઈપણ સંજોગોમાં કોઈ બીજો વિકલ્પ જોવો પડશે
8/8
બંનેના જમવાના સમયને પણ આગળ પાછળ કરવામાં આવે છે આવું એટલા માટે કરવામાં આવે છે કે જો એક પાઇલટ જમ્યા પછી તરત જ અસ્વસ્થતા અનુભવે તો બીજો પાઇલટ સંપૂર્ણપણે એલર્ટ રહીને વિમાનનો કંટ્રોલ સંભાળી શકે
Published at : 13 Jul 2026 09:08 AM (IST)