Hindu Marriage Rituals:લગ્નની વિધિ પહેલા વર-વધૂને શા માટે લગાવાય છે પીઠી, જાણો રિવાજ સાથે જોડાયેલી મહત્વની વાતો
Hindu Marriage Rituals: લગ્ન પહેલા વર-કન્યાના શરીરે હળદર લગાવવામાં આવે છે, જાણો હળદરનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગ્ન પહેલા વર-કન્યાને હળદર લગાવવાનો રિવાજ છે. હલ્દી પછી લગ્નની બાકીની વિધિઓ શરૂ થાય છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાનું અનેકગણું મહત્વ છે.
હળદર ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેને લગાવવાથી ત્વચા ચમકવા લાગે છે. એવું માનવામાં આવે છે કે હળદરનો રંગ લગ્ન પહેલા વર અને વધુને લગાવવાથી તેની સ્કિન કાંતિમય બને છે અને સૌંદર્ય ખીલે છે.
હળદર નકારાત્મકતા દૂર કરે છે. લગ્ન સમયે, વર વધુને નજર લાગી જવાનો ભય રહે છે. તો હળદર નકારાત્મક શક્તિઓની અસરને દૂર કરે છે. આ કારણે પણ લગ્ન પહેલા હલ્દી લગાવવાનો રિવાજ છે.
હળદરનો રંગ પીળો છે અને પીળો રંગ ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ છે. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુની પૂજા તમામ શુભ કાર્યોમાં કરવામાં આવે છે.તેથી જ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.
હળદરને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે, તેથી લગ્ન વખતે વર-કન્યા પર હળદર લગાવવામાં આવે છે. આ વિધિથી વર-કન્યાને શુભ ફળ મળે છે.