Health Tips: રાત્રે આ ફૂડનું ભૂલથી પણ ન કરો સેવન, આયુર્વૈદ અનુસાર શરીરને થાય છે આ નુકસાન
સામાન્ય રીતે દરેક હેલ્થ એક્સર્ટ રાત્રે હળવા ભોજનની જ સલાહ આવે છે. જેને આયુર્વૈદ પણ માને છે. હેવી અને અનડાયજેસ્ટ ફૂડ લેવાથી સ્વાસ્થ્ય સંબંધ સમસ્યાનો સામનો કરવો પડે છે. જેથી આયુર્વૈદ અનુસાર રાત્રે આ ફૂડનું સેવન ભૂલથી પણ ન કરવું જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઘઉં ભારે ખોરાક છે. રાત્રિના સમયે ઘઉંની કોઇ પણ આઇટમ લેવાનું ટાળવું જોઇએ. ઘઉં પચવા માટે લાંબો સમય લે છે. આ જ કારણ છે કે, રાત્રિના ડાયટ પ્લાનમાંથી ઘઉંની બાદબાકી કરી દેવી.
ક્યારેય પણ રાત્રિના સમયે દહીંનું સેવન ન કરવું જોઇએ. રાત્રે દહીંનું સેવન કફ પિત્તને વધારે છે.
રફાઇન્ડ લોટ એટલે કે મેંદાનું સેવન પણ ક્યારે રાત્રે ન કરવું જોઇએ. મેંદો પચવામાં ખૂબ મુશ્કેલ હોય છે.
મીઠાઇ, ચોકલેટ વગેરે મીઠા પદાર્થને પણ રાત્રે ન ખાવા જોઇએ કારણ કે મીઠી વસ્તુઓ ભારે હોય છે અને તેને પચવામાં પણ બહુ સમય લાગે છે.
આયુર્વેદ રાત્રે કાચુ સલાડ ન ખાવાની સલાહ આપે છે. રાત્રે સલાડ ખાવાથી વાત અનેક ગણું વધી જાય છે. કાચુ સલાડ લેવાની બદલે આપ વેજિટેબલ બાફીને કે સૂપ કરીને કે ગ્રીલ કરીને લઇ શકો છો.