Skin Tips: ચહેરા પર લગાવી જુઓ હળદરનું પાણી, પછી જુઓ સ્કિનનો ગ્લો, ત્વચાની આ સમસ્યામાં કારગર
સુંદરતા નિખારવા માટે હળદરનો ઉપયોગ પ્રાચીન સમયથી કરવામાં આવે છે, જો તમે પણ ત્વચા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો તમારે હળદરના આ ઘરેલુ નુસખા સમજી લો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહળદરમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં સોડિયમ, પોટેશિયમ, વિટામિન સી, આયર્ન સંતૃપ્ત ચરબી જોવા મળે છે, આ સિવાય હળદરમાં જોવા મળતા એન્ટિસેપ્ટિક અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક છે.
જો તમે વધતી ઉંમરની સમસ્યાથી પરેશાન છો અને નથી ઈચ્છતા કે વૃદ્ધત્વના આ ચિહ્નો તમારા ચહેરા પર દેખાય, તો હળદરનું પાણી તમારા ચહેરા પર લગાવો.હળદરમાં રહેલા તત્વો વૃદ્ધત્વની પ્રક્રિયામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. તેનો ઉપયોગ કોલેજન ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપે છે, જે ચહેરાની ચમક વધારે છે.
ત્વચા પર હળદરનું પાણી લગાવવાથી સોજાથી ઘણી રાહત મળે છે, તેમાં સોજા વિરોધી ગુણો છે જે ત્વચા પર બળતરા અને સોજાથી રાહત આપે છે.હળદરનું ઉબટન લગાવવાથી ખીલની સમસ્યામાંથી પણ રાહત મળે છે. તેમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે ખીલની સમસ્યાને ઓછી કરવામાં અસરકારક સાબિત થાય છે.
જો તમે ત્વચાને કુદરતી રીતે નિખારવા માંગતા હોવ તો હળદરનું પાણી ચહેરા પર લગાવો. ચહેરા પરના ફોલ્લીઓ ઘટાડવાની સાથે, તે કોશિકાઓના નુકસાનથી પણ રાહત આપે છે, જે ત્વચાને સુધારે છે.
ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે તમે હળદરનું પાણી પણ લગાવી શકો છો. તે બોડી લોશનની જેમ કામ કરે છે અને ત્વચા પરની શુષ્કતા ઘટાડે છે, જેના કારણે સ્કિન પર નેચરલ મોશ્ચરાઇઝ જળવાઈ રહે છે.
હળદરનું પાણી પિગમેન્ટેશન, ટેનિંગ જેવી સમસ્યાઓથી છુટકારો અપાવવામાં પણ મદદરૂપ છે. જો તમે તમારી જાતને આ બધી સમસ્યાઓથી મુક્ત રાખવા માંગો છો, તો હળદરને તમારી સુંદરતાનો એક ભાગ બનાવો.