Women Health Tips: પિરિયડ્સમાં ચોકલેટ ખાવી જોઇએ કે નહિ, જાણો એક્સ્પર્ટનો શું છે મત
સામાન્ય રીતે, ડાર્ક ચોકલેટ પીરિયડના દુખાવામાં રાહત આપે છે. કારણ કે તેમાં કોકો બીન્સ હોય છે, જે ફ્લેવોનોઈડ્સનો સારો સ્ત્રોત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીરિયડ્સ દરમિયાન ચોકલેટ ખાવાથી દુખાવામાં ઘણી હદ સુધી રાહત મળે છે. ચોકલેટ એ એવા ખાદ્ય પદાર્થોમાંથી એક છે જે સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન ખાવાનું સૌથી વધુ ગમે છે.
મોટાભાગની મહિલાઓને પીરિયડ્સ દરમિયાન ચોકલેટ ખાવાની ઈચ્છા થાય છે. NCBIના અભ્યાસ મુજબ, કોલેજમાં 28.9 ટકા મહિલાઓએ પીરિયડ્સ દરમિયાન ચોકલેટ ખાવાની ઈચ્છા હોવાની કબૂલાત કરી
પીરિયડ્સ માટે ડાર્ક ચોકલેટ સારી ચોકલેટ માનવામાં આવે છે. તેમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે પીરિયડના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે.
NCBIના રિપોર્ટ અનુસાર, ચોકલેટ ખાવાથી મહિલાઓનો મૂડ સારો રહે છે. ડાર્ક ચોકલેટમાં સેરોટોનિન, એન્ટીડિપ્રેસન્ટ હોય છે, જે તમને માનસિક આરામ પહોંચાડે છે. ડાર્ક ચોકલેટમાં સમાયેલ ફ્લેવેનોલ્સ મૂડને સુધારવામાં અને આનંદની લાગણી આપવામાં મદદ કરે છે.
ચોકલેટ પીરિયડ્સ દરમિયાન મહિલાઓમાં થતા તણાવને ઘટાડે છે. પીરિયડ્સના કારણે થતા દુખાવાના કારણે વ્યક્તિ ઘરના કામ કે અન્ય કામ કરવામાં મુશ્કેલી અનુભવે છે. ચોકલેટ કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે, જે સ્ટ્રેસ હોર્મોન છે.