શું તમે પણ પહેરો છો ટાઈટ જીન્સ...જાણો તેના 6 ગંભીર નુકસાન
ટાઈટ જીન્સ પહેરવી એક પ્રકારની ફેશન છે. ખાસ કરીને છોકરીઓ તેને ફોલો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ ફેશન તમને ભારે પડી શકે છે.આવો જાણીએ ટાઈટ જીન્સ પહેરવાના શું ગેરફાયદા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટાઈટ જીન્સ પહેરવાથી તમને જાંઘની નજીક ફોડલી પડી શકે છે. ટાઈટ જીન્સ સ્કીન પર સંપૂર્ણ રીતે ચોંટી જાય છે, જેના કારણે પરસેવો સુકાઈ જતો નથી. જેના કારણે ખંજવાળ અને રેડ સ્કીનની સમસ્યા થાય છે.
ટાઈટ જીન્સ પહેરવાના કારણે કમરનો દુખાવો થઈ શકે છે. ટાઈટ જીન્સ પહેરવાને કારણે હિપ જોઈન્ટ, કરોડરજ્જુના હાડકાઓ પર નકારાત્મક અસર થાય છે. આવુ જનરલ ઓફ ન્યુરોલોજી ન્યુરો સર્જરીના રિસર્ચમાં કહેવામાં આવ્યું છે.
લાંબા સમય સુધી ટાઈટ જીન્સ પહેરવાથી તમારા ઈન્ટિમેટ એરિયામાં હવાની અવરજવર બંધ થઈ જાય છે. ગરમીમાં દરેક વ્યક્તિને વધુ પરસેવો થાય છે. હવા ન મળવાના કારણે પરસેવો સુકાતો નથી. જેના કારણે મહિલાઓને પ્રાઈવેટ પાર્ટ આસપાસ બેક્ટેરિયા અને ફંગસનું ઘર બની જાય છે.
ટાઈટ જીન્સને કારણે બલ્ડ સર્ક્યુલેશનમાં સમસ્યા આવી શકે છે. જેના કારણે તમને સોજા અને દુખાવાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય તમને ઘણી બીમારીઓ થઈ શકે છે.
ટાઈટ જીન્સ પહેરવાથી તેની અસર કરોડરજ્જુ પર થાય છે. તમને સ્કિની પેન્ટ સિન્ડ્રોમ પણ હોઈ શકે છે. તેનાથી પગમાં ખાલી ચડવી અને અન્ય ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે.
ટાઈટ જીન્સ પહેરવાને કારણે મહિલાઓને અન્ય ઘણી સમસ્યાઓ થઈ શકે છે. જેમાં મહિલાઓને પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો અને ઈન્ફેક્શન થઈ શકે છે.