Winter skin care tips : શું આપની સ્કિન વિન્ટરમાં બ્લેક થઇ જાય છે? ફોલો કરો આ સ્કિન કેર ટિપ્સ
આપણે બધા શિયાળામાં ત્વચાની સ્થિતિથી વાકેફ છીએ, તડકામાં રહેવાને કારણે ટેનિંગ એટલું વધી જાય છે કે ગોરો રંગ પણ કાળો થઈ જાય છે, આવી સ્થિતિમાં આપણે કેટલીક અસરકારક ટિપ્સ અપનાવવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિયાળામાં તડકામાં રહેવાથી ટેનિંગની સમસ્યા વધી જાય છે. આવી સ્થિતિમાં, એક શ્રેષ્ઠ ઉપાય છે એક્સ્ફોલિયેશન. નિયમિત એક્સ્ફોલિયેશન ત્વચાના ઉપરના સ્તરના મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને નરમ રાખે છે.
શિયાળામાં, આપણે ઘણીવાર ગરમી માટે તડકામાં બેસીએ છીએ. આના કારણે ટેનિંગ થાય છે, તેથી આને ટાળવા માટે, તમારે spf30 થી spf-50 નો ઉપયોગ કરવો જોઈએ. આનાથી ટેનિંગની સમસ્યા નહીં થાય અને તમને સૂર્યના કિરણોથી નુકસાન પણ નહીં થાય.
ટેનિંગના ઘરેલુ ઉપાયમાં લેમન જ્યુસ સૌથી ઇફેક્ટિવ હોમ રેમેડી છે. લીંબુમાં સાઇટ્રિક ગુણ હોય છે. જે સ્કિન બ્રાઇટનિંગનું કામ કરે છે. આપ ઇચ્છો તો સીધું જ લીબુના ટૂકડાને ફેસ પર રબ કરો. સીધું જ લીંબુ અને મધની પેસ્ટ લગાવો.
જો ત્વચા કાળી થઈ ગઈ હોય તો રોજ તમારા ચહેરા પર એલોવેરા જેલ લગાવો. જો તમે તાજા છોડમાંથી કાઢેલ એલોવેરા લગાવો તો વધુ સારું રહેશે, અન્યથા બજારમાંથી સારી બ્રાન્ડની એલોવેરા જેલ લો અને તેને આવશ્યક તેલ સાથે મિક્સ કર્યા પછી લગાવો
દહીં ટેનિંગમાં ખૂબ મદદગાર સાબિત થાય છે. તે ત્વચાને ઠંડક અને ચમક પણ આપે છે, તેની સાથે તે ખુલ્લા છિદ્રોને પણ બંધ કરે છે, જો તમે ઇચ્છો તો ત્વચા પર દહીં અને લીંબુની પેસ્ટ લગાવી શકો છો.
એ જ રીતે, શિયાળામાં આપણે ઓછું પાણી પીતા હોઈએ છીએ, આના કારણે ચહેરો હાઇડ્રેટેડ રહેતો નથી, આ માટે જરૂરી છે કે ત્વચાને એક યા બીજી રીતે હાઇડ્રેટેડ રાખવી જરીરૂ છે.
ખાસ કરીને બાથ બાદ મોઇશ્ચરાઇઝ કરો. બોડી લોશનનો ઉપયોગ કરવો જોઈએ. ચહેરો ધોયા પછી ટોનર, સીરમ અને ફેસ મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો.