Summer Fashion: ગરમીમાં ટ્રિપ દરમિયાન રહેવું હોય કૂલ તો આ લાઇટ આઉટફિટ્સ કરો ટ્રાય
Summer Fashion જો તમે ઉનાળામાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો કેવા આઉટફિટ્સ પ્રીફર કરવા જોઇએ જેમાં તમે સ્ટાઇલિશ દેખાઈ શકો અને કમ્ફર્ટ પણ ફીલ કરો,જો આ સ્ટાઇલિશ અને કમ્ફર્ટ લૂક પર નજર કરીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો આપ ટ્રીપ પર જાવ છો તો ડેનિમ શોર્ટ્સ જરૂર બેગમાં પેક કરો, જે લગભગ કોઈપણ પ્રકારના બોટમ સાથે સારી રીતે જાય છે, તમે અન્ય પ્રકારના શોર્ટ્સ પણ અજમાવી શકો છો. વિવિધ રંગો, ડિઝાઇન અને કાપડમાં ઉપલબ્ધ આ શોર્ટ્સ તમારા પ્રવાસના ફોટાને આકર્ષક બનાવશે.
આ દિવસોમાં કો-ઓર્ડ્સની ફેશન વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે કારણ કે તેઓ પહેર્યા પછી એક અલગ દેખાવ આપે છે અને બીજું તે અલગ અલગ રીતે લઈ શકાય છે. અપ ટોપ અને ડાઉન પેટ્સ... મતલબ કે આ આઉટફિટ્સ સ્ટાઇલ અને કમ્ફર્ટનું સુંદર કોમ્બિનેશન છે.
જમ્પસૂટનો વિકલ્પ પણ ટ્રાવેલ દરમાયન સારો ઓપ્શન છે. જે સ્ટાઇલિશ હોવાની સાથે કમ્ફર્ટ પણ છે.
જો તમે સ્લિમ છો તો બેગમાં ક્રોપ ટોપ પેક કરવું જોઇએ, જેને તમે લૂઝ, બ્રોડ લેગ પેન્ટ્સ, ટ્રાઉઝર, કેપ્રી અને બીજા ઘણા બધા બોટમ્સ પેર કરી શકો છો. જે ખૂબ જ સ્ટાઇલિશ લૂક આપશે.