Skin care tips:ચહેરા પરના ખીલ અને ડાઘ ધબ્બાને દૂર કરવા માટે કારગર છે આ 4 ઉપાય, આ રીતે કરો ઉપાય
Skin care tips:જો આપ સુંદર અને ગ્લોઇંગ સ્કિન ઇચ્છતા હો તો દરેક ઋતુમાં ત્વચાની સંભાળ રાખવી જરૂરી બની જાય છે. . સુંદર દેખાવા માટે માત્ર કોસ્મેટિક પ્રોડક્ટ્સનો જ ઉપયોગ કરવો જરૂરી નથી, પરંતુ નેચરલ ગ્લો માટે કેટલાક નેચરલ ઉપાય કરવા જરૂરી બની જાય છે. તો જાણી ખીલ અને તેનાથી થયેલા ડાઘ ધબ્બાને દૂર કરવા શું કરશો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appક્લિન્ઝરનો ઉપયોય સાવધાનીથી કરો:કાળજીપૂર્વક ક્લીંઝર પસંદ કરો, ચહેરાની સુંદરતા વધારવા માટે, ક્લીંઝર કાળજીપૂર્વક પસંદ કરો. એવું ક્લીન્ઝર પસંદ કરો જે ત્વચાને ટાઈટ કરે. જો તમે તમારા ચહેરા પર મેકઅપ નથી કરતા, તો તમારા ચહેરાને દિવસમાં બે વાર ફેસવોશથી ધોઈ લો. તમારી ત્વચા અનુસાર ફેસવોશ પસંદ કરો. ચહેરા પર ખરાબ ફેસવોશ અને ક્લીંઝરનો ઉપયોગ કરવાથી ચહેરા પરનું નેચરલ મોશ્ચર દૂર થઇ જાય છે.
સીરમનો કરો ઉપયોગ:ત્વચા પર સીરમનો ઉપયોગ કરો: એક સારો મેકઅપ આર્ટિસ્ટ હંમેશા તમને વિટામિન સી અને વિટામિન ઇ સીરમ લગાવવાની ભલામણ કરશે. આ સીરમ ત્વચાની કરચલીઓ, , ખીલ અને ડેડ સેલથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તેમાં હાજર એન્ટી ઇમ્ફામેટરી ગુણ સ્કિનનો રંગ સુધારી તેને હાઇડ્રેઇટ રાખવામાં મદદ કરે છે.
મોશ્ચરાઇઝનો ઉપયોગ કરો:દરેક પ્રકારની ત્વચાને મોઈશ્ચરાઈઝરની જરૂર હોય છે. શુષ્કથી તૈલી અને સામાન્ય ત્વચા માટે વિવિધ મોઇશ્ચરાઇઝર ઉપલબ્ધ છે. તમારી ત્વચાના પ્રકાર અનુસાર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. શુષ્ક ત્વચા માટે ઓઇલ બેઝ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો, જ્યારે ઓઇલી ત્વચા માટે હળવા અને જેલ બેઝ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.
સનસ્ક્રિનનો જરૂર ઉપયોગ કરો:સનસ્ક્રીન તમારા ચહેરાને ધૂળ, ગંદકી, સૂર્યના યૂવી કિરણોથી બચાવે છે. ઘરની બહાર નીકળવાની 15 મિનિટ પહેલા તમારા ચહેરા પર SPF 30વાળું સનસ્ક્રીન લગાવો. તેનાથી સનબર્ન અટકે છે અને સ્કિન ટૈન નથી થતી