Skin Care: ગ્લોઇંલ સ્કિન ઇચ્છો છો તો આ છે બેસ્ટ ડાયટ પ્લાન, આ ફૂડને ડાયટમાં અચૂક કરો સામેલ
ગ્લોઈંગ સ્કિન માટે નોન-વેજીટેરિયન તેમજ વેજીટેરિયન ફૂડ ચાર્ટ પછી હવે એવા ખોરાક વિશે જાણવાનો સમય આવી ગયો છે કે જેને રોજિંદા આહારમાં સામેલ કરીને તેનો લાભ લઈ શકાય છે. યુવાન ત્વચા માટે ખાદ્યપદાર્થો વિશે જાણો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાણી -દરરોજ ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે તેમજ શરીર અને ત્વચામાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ ચમકતી ત્વચા મેળવવામાં મદદ કરી શકે છે. પાણીની બોટલ હંમેશા તમારી સાથે રાખો.
ગ્રીન વેજિટેબલ--ગ્લોઈંગ સ્કિન માટે ડાયેટની વાત કરવામાં આવે તો લીલા પાંદડાવાળા શાકભાજી સૌથી પહેલા આવે છે. વિટામિન B12 ની ઉણપને કારણે હાયપરપીગ્મેન્ટેશન થાય છે. જે ત્વચાને કાળી કરી શકે છે. બીજી તરફ, પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન B12 સારી માત્રામાં જોવા મળે છે, જે શરીરમાં આ ખાસ વિટામિનની ઉણપને પૂર્ણ કરીને હાઈપરપીગ્મેન્ટેશનને અટકાવી શકે
હળદર- કુદરતી ચમક મેળવવા માટે હળદરનો ઉપયોગ કરી શકાય છે. વાસ્તવમાં, એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે હળદરમાં પોલિફીનોલ્સ મળી આવે છે. હળદરમાં જોવા મળતા પોલિફીનોલ્સ ત્વચામાં મેલાનિન (કુદરતી રંગદ્રવ્ય) ના ઉત્પાદનને રોકવામાં મદદ કરી શકે છે.
વિભિન્ન પોષકતત્વોથી ભરપૂર ફળ પણ સ્કિનને એવરગ્રીન રાખે છે. ફળો સ્કિનમાં કોલેજનને ઉત્પાદન કરવામાં મદદ કરે છે. તેમાં મોજૂદ વિટામિન સી અને અન્ય પોષકતત્વો સ્કિનને સદા જવા રાખે છે.
પપૈયાનો ઉપયોગ સ્કિન માટે કારગર છે. તેમાં પપાઇન નામનું એંજાઇમ હોય છે. જે સ્કિનને નિખારવામાં અને તેને યંગ રાખવામાં મદદ કરે છે. સાથે જ તે એન્ટીઓક્સિડન્ટસ ગુણોથી ભરપૂર છે. જેમાં વિટામિન સી, ઇ, સારી માત્રામાં છે. જે સ્કિનને મોશ્ચરાઇઝ રાખીને સંક્રમણથી પણ બચાવે છે અને હેલ્ધી રાખે છે.
દહીંનું સેવન ત્વતા માટે અનેક રીતે મદદગાર છે. દહીમાં એલ-સિસ્ટીન પેપ્ટાઇડ હોય છે. રિસર્ચમાં આ વાતની પુષ્ટી થઇ છે.તે સ્કિન વ્હાઇટનિગ એજેન્ટ તરીકે કામ કરે છે. દહીંના સેવનથી ત્વચામાં નિખાર આવે છે અને સ્કિન ગ્લોઇંગ બને છે.