Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Gold anklet: આ કારણે સોનાની પાયલ ન પહેરવી જોઇએ ધાર્મિક સાથે વૈજ્ઞાનિક કારણો પણ જાણો
સોળ શ્રૃંગારનો એક મહત્વનું ઘરેણુ પાયલ છે. પગની સુંદરતા વધારતી પાયલ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે. પરંતુ સોનાની પાયલ ક્યારેય પગમાં ન પહેરવી જોઈએ, શું છે કારણ આવો જાણીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાસ્ત્રોમાં મહિલાઓના આભૂષણો વિશે ઘણી ખાસ વાતો કહેવામાં આવી છે, જેમાંથી એક છે પાયલ. એવું માનવામાં આવે છે કે કમર નીચે પહેરવામાં આવતા ઘરેણા ક્યારેય સોનાના ન હોવા જોઈએ. આ માટે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ આપવમાં આવે છે.
ધાર્મિક માન્યતા છે કે, સોનામાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. સોનાની પાયલ પહેરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે. એવું કહેવાય છે કે આવું કરવાથી ધનનું નુકસાન સહન કરવું પડે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પગના જે ભાગમાં પાયલ પહેરવામાં આવે છે તેને કેતુનું સ્થાન માનવામાં આવે છે. કેતુને શાંત કરવા માટે ચાંદીની પાયલ પહેરવી જોઈએ, કારણ કે કેતુમાં શીતળતાના અભાવને કારણે શરીરના નીચેના ભાગમાં રોગો થવાનું જોખમ વધી જાય છે.
એક વૈજ્ઞાનિક કારણ છે કે પગમાં સોનાની પાયલ પહેરવાથી સોનાના ઘરેણાથી શરીરનું તાપમાન વધી જાય છે.સોનાના આભૂષણ પગમાં પહેરવાથી શરીરનું તાપમાન વધવાથી અનેક બીમારીઓ થઈ શકે છે. એટલે જ શરીરના બધા જ અંગોમાં સોનુ ન પહેવું જોઇએ.
સોનાના આભૂષણ કમરની ઉપર અને ચાંદી શીતળ છે,. જે આભૂષણ કમરની નીચે પહેરવાથી શરીરના ટેમ્પરેચરનું બેલેસન્સ જળવાય છે.
ચાંદી ધાતુ બ્લડ સર્ક્યુલેશનને વધારે છે અને પગના સોજાને પણ દૂર કરે છે. આ કારણે પણ ચાંદીની પાયલ પહેરવું જોઇએ
પગમાં ચાંદીની પાયલ પહેરવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે. પગમાં ચાંદી ઘસાવવાથી સ્ત્રીઓના શરીરના હાડકાંને મજબૂત બનાવે છે.