Women Helath:પ્રેગ્નન્ટ મહિલાએ આ પાંચ જ્યુસનું અચૂક કરવું જોઇએ સેવન, ફાયદા જાણી દંગ રહી જશો
women health: ગર્ભવસ્થામાં મહિલાએ ખાસ તેના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. મહિલાની ડાયટની અસર તેના ગર્ભમાં રહેલા બાળકને સીધી થાય છે. જેથી હેલ્ધી અને બેલેસ્ડ ફૂડ એવું આવશ્યક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગર્ભવાસ્થામાં કયાં ફૂડ લેવા અને ક્યાં ન લેવા તેને લઇને ફર્સ્ર્ટ ટાઇમ પ્રેગ્નન્ટ થનાર વૂમન ખૂબ જ કન્ફ્યુઝ્ડ હોય છે. તો કેવા અહીં એવા 5 જ્યુસનો ઉલ્લેખ છે. જેને ગર્ભવસ્થામાં પીવાથી માતા અને બાળક બંનનું સ્વાસ્થ્ય જળવાય રહે છે.
ગર્ભાવસ્થા દરમિયાન તાજા ફળોનો રસ પી શકો છો. ઉનાળામાં આપ લીંબુ, નારંગી, મસ્કમેલન જેવા ફળોમાંથી બનાવેલો જ્યુસ પી શકો છો. જ્યારે શિયાળામાં તમે ગાજર અને દાડમનો રસ પણ પી શકો છો. તેનાથી તમારું શરીર સ્વસ્થ રહેશે. તમે તમારા આહારમાં તાજા ફળોમાંથી બનાવેલા જ્યુસનો સમાવેશ કરી શકો છો.
ગર્ભાવસ્થા દરમિયાન જલજીરાનું સેવન કરી શકો છો. તે આપના શરીરને હાઇડ્રેટ પણ કરે છે અને મોર્નિંગ સિકનેસને પણ દૂર કરે છે. જલજીરાનો ખાટો સ્વાદ તમારા મૂડને સુધારવામાં અને પાચનને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે
છાશનું સેવન કરી શકો છો. આનું સેવન કરવાથી તમારા શરીરને એનર્જી મળશે અને તેનાથી તમારા શરીરમાં પાણીની કોઈ કમી નહીં થાય. છાશમાં કેલ્શિયમનું પ્રમાણ પણ ઘણું સારું જોવા મળે છે. તમે ખાસ કરીને ઉનાળામાં ખાધા પછી તેનું સેવન કરી અચૂક કરવું જોઇએ. તેમાં વિટામિન-બી12, પ્રોટીન, કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી આવે છે જે તમારી પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. પરંતુ તમારે ફક્ત ઘરે બનાવેલી છાશનું સેવન કરવું જોઈએ.
ગર્ભાવસ્થામાં આપ નારિયેળ પાણીનું પણ સેવન કરી શકો છો. નારિયેળ પાણી સ્કિનને ગ્લોઇંગ બનાવવાની સાથે હાઇડ્રેઇટ રાખે છે. તેમાં વિટામિન-સી. સોડિયમ, પ્રોટીન, ઇલેક્ટ્રોલાઇટ્સ, ક્લોરાઇડસ,મેગ્નેશિયમ, કેલ્શિયમ, રિબોફ્લોવિન ભરપૂર માત્રામાં છે.
લીંબુનું જ્યુસ- લીંબુનું જ્યુસ આપ પ્રેગ્નન્સીમાં પી શકો છો તેમાં વિટામિન સી હોય છે. જે આપના શરીરમાં આયરનની કમીને પૂર્ણ કરે છે. તે આપને શરીર હાઇડ્રેઇટ રાખે છે. મોર્નિગ સિકનેસ પણ આ જ્યુસથી દૂર થાય છે.