Women Health :મેનોપોઝ દરમિયાન ડલ થઇ જતી સ્કિને આ 5 ટિપ્સ ફોલો કરીને આપો એવરયંગ લૂક
મેનોપોઝ દરમિયાન, શરીરમાં મોટા ફેરફારો થાય છે. હાડકાં નબળાં થઈ જાય છે. ત્વચા ઢીલી થઈ જાય છે, ચહેરા પર અચાનક કરચલીઓ દેખાવા લાગે છે. વાળનો ગ્રોથ પણ ઘટી જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેનોપોઝમાં એસ્ટ્રોજનનું લેબલ નીચે જાય છે. ત્વચામાં પાણીની જાળવણીનું લેબલ ઓછું થાય છે. જેના કારણે ત્વચા વોટર રિટેશનનું સ્તર પણ ઘટી જાય છે. મેનોપોઝ દરમિયાન આ બધી સમસ્યાઓનો સામનો કરવા અને સુંદરતા જાળવી રાખવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે
ડર્મેટોલોજી કહે છે કે, ત્વચા શરીરની અંદર શું થઈ રહ્યું છે તે દર્શાવે છે. જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો ત્વચા નિસ્તેદ થઇ જાય છે અને જો વ્યક્તિ સ્વસ્થ હોય તો ત્વચામાં ચમક આવે છે. તેથી મેનોપોઝ પછી ત્વચાને સ્વસ્થ રાખવા માટે મહિલાઓએ યોગ્ય આહાર લેવો જોઈએ. જેમાં લીલા શાકભાજી, બદામ, પ્રોટીન હોવું જોઈએ. આ સાથે કસરત પણ જરૂરી છે.
તમારું હાઇડ્રેશન લેવલ ઊંચું રાખો. તમારા આહારમાં પુષ્કળ પ્રમાણમાં લિકવિડને સામેલ કરો. ખૂબ ગરમ પાણીથી સ્નાન ન કરો. ત્રણથી ચાર લિટર પાણી પીવું જોઈએ. આ બધી વસ્તુઓ તમારી ત્વચાને હાઇડ્રેટ રાખશે અને ડ્રાયનેસથી બચાવશે પણ નહીં દેખાય.
ખાતરી કરો કે મેનોપોઝ પછીનો ખોરાક એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ હોવો જોઈએ મેનોપોઝના લક્ષણોનો સામનો કરવામાં વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી મહત્વની ભૂમિકા ભજવે છે. ત્વચાની સાથે સાથે તે શરીરને ચલાવવામાં પણ મદદ કરે છે.