અનિયમિત પિરિયડ્સથી પરેશાન છો? આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે આપ આ ફૂડને ડાયટમાં કરો સામેલ
પિરિયડ એક નેચરલ પ્રક્રિયા છે, જે મહિલાઓમાં 28 દિવસના અંતરાલ બાદ દર મહિને થાય છે. આ સાયકલમાં ગડબડ થતાં પિરિયડ્સ અનિયમિત બને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપિરિયડ્સમાં અનિયમિતતાના અનેક કારણો છે. જો કે આપ કેટલાક ફૂડને ડાયટમાં સામેલ કરીને પિરિયડની અનિયમિતતા દૂર કરી શકો છો.
જો આપના પિરિયડ અનિયમિત હોય તો આપ ડાયટમાં આદુને સામેલ કરો. આદુમાં મોજૂદ મેગન્શિયમ યૂટૂસને સંકોચાવીને મદદ કરે છે. જેના કારણે પિરિયડ નિયમિત થાય છે.
અનાસમાં મોજૂદ એન્જાઇમ બોડીમાં રેડ અને વાઇટ બ્લડ સેલ્સનું ઉત્પાદન વધારે છે. તેનાથી બ્લડ ફ્લો સારો રહે છે.
રાત્રે અથવા તો સવારે એક ગ્લાસ ગરમ દૂધમાં ચપટી હળદર મિક્સ કરીને પીવાથી પણ પિરિયડની અનિયમિતતા દૂર થાય છે
આપ નિયમિત રીતે કાચ્ચા પપૈયાનું સેવન કરો,તેનાથી પિરિયડમાં અનિયમિતતાથી મુક્તિ મળે છે.
એલોવેરા હોર્મોન્સને મેનેજ કરવામાં મદદ કરે છે. જેનાથી પણ અનિયમિત પિરિયડની સમસ્યા ખતમ થઇ શકે છે.
તજ શરીરને અંદરથી ગરમ રાખે છે. તેનાથી બ્લડ ફ્લો વધે છે. તજનો ઉપયોગ યેન કેન પ્રકારે ફૂડમાં કરવાથી અનિયમિત પિરિડ્સથી મુક્તિ મળી શકે છે.