Women Health: પ્રેગ્નન્સીના અંતિમ મહિનામાં ચોક્કસ કરો આ ટિપ્સ ફોલો, થાય છે આ ગજબ ફાયદા
જ્યારે કોઈ મહિલા પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં હોય છે ત્યારે ડોકટરો તેને વારંવાર બ્રેસ્ટ મસાજ કરવાની સલાહ આપે છે.આવો જાણીએ તેના ફાયદા શું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગર્ભાવસ્થાનો છેલ્લો મહિનો ખૂબ જ ખાસ હોય છે. જેમાં મહિલાનું શરીર બાળકને જન્મ આપવાની તૈયારી કરવા લાગે છે. નિષ્ણાતોના મતે આ મહિનામાં બ્રેસ્ટ મસાજથી ઘણા ફાયદા થાય છે.
ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં સ્તનો પર વધુ દબાણ આવે છે. સ્તનોના સ્નાયુઓ અને પેશીઓમાં તણાવ અને સોજો પણ આવી જાય છે. આવી સ્થિતિમાં, સ્તનો પર હળવા હાથે માલિશ કરવું ખૂબ જ ફાયદાકારક છે.
માલિશ કરતી વખતે, સ્તનોમાંથી હોર્મોન ઓક્સીટોસિન મુક્ત થાય છે. આ હોર્મોન દૂધ ઉત્પાદન અને દૂધના પ્રવાહને વધુ બૂસ્ટ કરે કરે છે.
ડિલિવરી વખતે મહિલાઓને વધુ દુખાવો થાય છે. બ્રેસ્ટ મસાજથી નીકળતા એન્ડોર્ફિન હોર્મોન્સ લેબર પેઈન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.
પ્રેગ્નન્સીના છેલ્લા દિવસોમાં મહિલાઓ વધુ તણાવ અને થાક અનુભવે છે. મસાજ આરામ આપે છે અને તણાવ અને થાક ઘટાડે છે.