વિટામિન ઈ કેપ્સૂલ પોષક તત્વોથી ભરપૂર છે, ઓવરનાઇટ ત્વચા પર લગાવવાથી થાય છે ગજબ ફાયદા

હાયપરપીગ્મેન્ટેશન અને મેલાસ્મા તરીકે ઓળખવામાં આવે છે. જો તમને પણ તમારા ચહેરા પર હાયપરપીગ્મેન્ટેશન છે, તો વિટામિન E તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

વિટામિન ઇની કેપશ્યૂલના ફાયદા

1/7
ત્વચામાં મેલાનિનના ઉત્પાદનમાં વધારો થવાને કારણે ત્વચાનો રંગ કાળો થઈ જાય છે. આ સ્થિતિને હાયપરપીગ્મેન્ટેશન અને મેલાસ્મા તરીકે ઓળખવામાં આવે છે. જો તમને પણ તમારા ચહેરા પર હાયપરપીગ્મેન્ટેશન છે, તો વિટામિન E તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ રાત્રે ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ લગાવવાથી ત્વચાનો સ્વર હળવો કરવામાં મદદ મળી શકે છે.
2/7
જો તમે આખી રાત ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ લગાવો છો, તો તે વૃદ્ધત્વના સંકેતોને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. વાસ્તવમાં, શુષ્ક ત્વચા ધરાવતા લોકોને કરચલીઓ અને ફાઇન લાઇનનો વધુ સામનો કરવો પડે છે. વિટામિન Eમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ કરે છે. આ વૃદ્ધત્વના ચિહ્નોને ઘટાડવામાં અને કરચલીઓ દૂર કરવામાં મદદ કરી શકે છે.
3/7
જો તમારી ત્વચા શુષ્ક છે, તો વિટામિન E કેપ્સ્યુલ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વિટામિન ઇ કેપ્સ્યુલ્સમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જે ત્વચાને હાઇડ્રેટ કરે છે. આ ત્વચાને મોશ્ચર પ્રદાન કરે છે અને તેને નરમ બનાવે છે. વિટામિન E શુષ્કતાને કારણે થતા સૉરાયિસસ અને ખરજવુંના લક્ષણોને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. આ માટે તમે તમારા ચહેરા પર આખી રાત વિટામિન E લગાવી શકો છો.
4/7
જો તમને બ્રેકઆઉટ તેમજ ત્વચા પર બળતરા હોય તો તમે વિટામીન E કેપ્સ્યુલનો ઉપયોગ કરી શકો છો. વિટામિન ઇ કેપ્સ્યુલ્સમાં સોજા વિરોધી ગુણધર્મો હોય છે, જે ત્વચાને શાંત કરવામાં મદદ કરે છે. આ ગુણધર્મો ત્વચાની બળતરા, સોજાને અને લાલાશ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
5/7
વિટામિન ઇ કેપ્સ્યુલ ત્વચાને ઊંડે સુધી સાફ કરી શકે છે. આખી રાત ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ લગાવવાથી રોમછિદ્રોમાંથી ગંદકી સરળતાથી દૂર થઈ જાય છે. તેનાથી ત્વચા તરોતાજા અને સોફ્ટ દેખાય છે. વિટામિન Eની કેપ્સ્યુલ લગાવીને ખીલને વધતા અટકાવી શકાય છે.
6/7
ઘણીવાર ખીલ મટી જાય છે, પરંતુ તેના નિશાન ચહેરા પર રહે છે. આવી સ્થિતિમાં પણ ચહેરા પર વિટામિન ઇની કેપ્સ્યુલ લગાવી શકો છો.
7/7
વિટામિન ઇ ત્વતા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે હાયપરપીગ્મેન્ટેશન ઘટાડી શકે છે, વૃદ્ધત્વ અટકાવી શકે છે, શુષ્ક ત્વચાને રાહત આપી શકે છે, ત્વચાના સોજાને ઓછો કરે છે. સારી રીતે ત્વચાને ક્લિન કરે છે.
Sponsored Links by Taboola