Women health :પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં પડી ગયેલા સ્ટ્રેચ માર્ક્સને આ ઘરેલુ ઉપાયથી કરો દૂર
ગર્ભાવસ્થા એ ખૂબ જ ખૂબસૂરત ફ્રેઝ છે પરંતુ આ સમય દરમિયાન મહિલાના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આ દરમિયાન સ્ટ્રેચ માર્કસ પણ પડી જાય છે. જેને દૂર કરવાના ઉપાય સમજી લઇએ.
સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાનાઉપાય
1/7
ગર્ભાવસ્થા એ ખૂબ જ ખૂબસૂરત ફ્રેઝ છે પરંતુ આ સમય દરમિયાન મહિલાના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. ગર્ભમાં બાળક હોવાને કારણે તેમનું પેટ ફૂલી જાય છે અને જ્યારે તે બાળકને જન્મ આપે છે ત્યારે શરીર પાછું સંકોચાઈ જાય છે. આ દરમિયાન સ્ટ્રેચ માર્કસ પણ પડી જાય છે. જેને દૂર કરવાના ઉપાય સમજી લઇએ.
2/7
આ સ્ટ્રેચ માર્ક્સ શરીર પર ખૂબ જ ભદ્દા દેખાય છે. ચાર એવા ઘરેલું નુસખા છે. જેની મદદથી આપ પ્રેગન્ન્સીના આ સ્ટ્રેચ માર્કસને દૂર કરી શકો છો.
3/7
એલોવેરા, નારિયેલ અને કાકડીનું જ્યુસ સહિતના આપના રસોડમાં મળતી આ સામગ્રીથી આપ સરળતાથી આ સ્ટ્રેચ માર્કસને દૂર કરી શકો છો.
4/7
કાકડી અને લીંબુનો રસ-કાકડી અને લીંબુનો રસ સ્ટ્રેચ માર્ક્સ ઝડપથી ઘટાડી શકે છે, કારણ કે લીંબુના રસમાં કુદરતી એસિડ હોય છે જે ડાઘ ઘટાડવામાં મદદ કરે છે, જ્યારે કાકડીનો રસ ત્વચાને તાજી રાખવામાં મદદ કરે છે. તમે આ બંનેને સમાન માત્રામાં અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો અને લગભગ 10 મિનિટ પછી વોશ કરી લો.
5/7
એલોવેરા જેલ- એલોવેરા સ્ટ્રેચ માર્ક્સ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે, કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જો તમે દરરોજ સ્ટ્રેચ માર્કસ પર એલોવેરા જેલ લગાવો છો, તો ટૂંક સમયમાં તમને તેની અસર દેખાશે. આ માટે તમે તેનો ઉપયોગ સ્નાન કર્યા પછી અને સૂતા પહેલા કરો.
6/7
ઇંડા અને વિટામિન ઇ કેપ્સ્યુલ્સ-સ્ટ્રેચ માર્કસથી છુટકારો મેળવવા માટે ઈંડા અને વિટામીન E કેપ્સ્યુલ્સ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે ઈંડું પ્રોટીનનો સારો સ્ત્રોત છે અને તે ત્વચાને નિખારવામાં મદદ કરે છે. સાથે જ વિટામિન E સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવામાં પણ ફાયદાકારક છે. આ માટે તમે એક બાઉલમાં 2 ઈંડાની સફેદી અને 2 વિટામીન E કેપ્સ્યુલનું ઓઇલ લો. તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો અને સૂકાયા પછી વોશ કરી લો.
7/7
નાળિયેર અને બદામ તેલ- નાળિયેર અને બદામનું તેલ ડિલિવરી પછીના પેટ અને જાંઘની નજીકના સ્ટ્રેચ માર્ક્સને પણ દૂર કરી શકે છે. આ માટે, બંને તેલને સમાન માત્રામાં મિક્સ કરો અને સ્નાન અને સૂતા પહેલા નિયમિતપણે અસરગ્રસ્ત વિસ્તારની માલિશ કરો.
Published at : 15 Nov 2022 07:40 AM (IST)