Women Health: ગર્ભવતી સ્ત્રીએ ક્યારથી યોગા કરવાનું કરવું જોઇએ શરૂ, જાણો મિસકેરેજની શક્યતા ક્યાં કારણે વધે છે
ઘણા અભ્યાસો અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન યોગ કરવું માતા અને તેના બાળક માટે ફાયદાકારક છે. પરંતુ આ સ્થિતિમાં યોગ કરતી વખતે ગર્ભવતી મહિલાએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગને મનુષ્યની માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સુખાકારીના સ્વરૂપ તરીકે જોવામાં આવે છે. નિષ્ણાતોના મતે, ગર્ભાવસ્થા દરમિયાન યોગ કરવાથી મહિલાઓમાં લવચીકતા, માનસિક શાંતિમાં મદદ કરે છે.
જો કે ગર્ભવતી મહિલાઓએ ખાલી પેટે યોગ ન કરવા જોઈએ. તમે હળવો નાસ્તો કર્યાં બાદ યોગ કરી શકો છો.
યોગ કરતી વખતે એવા કપડા પહેરો કે પેટને સપોર્ટ રહે અને આપ પણ કમ્ફર્ટ ફીલ કરો
પ્રેગ્ન્સી દરમિયાન મહિલા જટીલ યોગાસનને ટાળવા જોઇએ.
જો પ્રેગ્નન્સી દરમિયાન ગભરામણ અને વોમિંટિગ ફિલિંગ વધુ થતી હોય તો આપને રૂમમાં નહિ પરંતુ ખુલ્લી જગ્યાએ યોગ કરવો જોઇએ
એક અભ્યાસ અનુસાર, પ્રથમ વખત યોગ કરતી ગર્ભવતી મહિલાએ ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિકમાં યોગ ન કરવો જોઈએ. આ કારણે, કસુવાવડનું સૌથી વધુ જોખમ રહેલું છે. તમે ગર્ભાવસ્થાના 14મા અઠવાડિયાની આસપાસ યોગ કરવાનું શરૂ કરી શકો છો.
જો કે, ગર્ભવસ્થામાં યોગ કરતા પહેલા એકવાર આપને ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે અને યોગ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ જ યોગ કરવો જોઇએ.