રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાવાળા દિવસે બાળકોને જન્મ આપવા માંગે છે ગર્ભવતી મહિલાઓ, 22 જાન્યુ.એ વધી ડિલીવરીની ડિમાન્ડ
Ram Temple: રામ મંદિરના અભિષેકને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોને દિવાળીની જેમ પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવા અપીલ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર છે કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ગર્ભવતી મહિલાઓ બાળકોને જન્મ આપવા માંગે છે, જેના કારણે 22 જાન્યુઆરીએ ડિલિવરીની માંગ વધી ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક થવાનો છે. આને લઈને સમગ્ર દેશમાં ઉજવણી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળીની જેમ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે.
તે જ સમયે યુપીમાં ગર્ભવતી મહિલાઓએ ડૉક્ટરોને વિનંતી કરી છે કે તેમના બાળકનો જન્મ 22 જાન્યુઆરીએ જ થાય. મહિલાઓએ કહ્યું છે કે ભલે તેમની ડિલિવરીની તારીખ 22 જાન્યુઆરી પહેલા હોય કે પછી, તેમના બાળકોનો જન્મ કોઈપણ રીતે 22 જાન્યુઆરીએ થવો જોઈએ.
કાનપુરની 'ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ મેડિકલ કોલેજ' (GSVM)માં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિવસે બાળકોના જન્મ માટે ડૉક્ટરોને વિનંતી કરવાનો મામલો સામે આવ્યો છે. આ રાજ્યની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક છે.
જીએસવીએમ મેડિકલ કૉલેજના ડિપાર્ટમેન્ટ ઓફ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકૉલોજીના ચેરપર્સન ડો. સીમા દ્વિવેદીએ એક મીડિયા ચેનલ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે સગર્ભા મહિલાઓ દ્વારા તેમના બાળકની જન્મ તારીખ અંગે કરવામાં આવતી માંગણીઓ વિશે માહિતી આપી હતી.
ડૉ. સીમાએ જણાવ્યું કે હોસ્પિટલના લેબર રૂમમાં દરરોજ 14 થી 15 બાળકોનો જન્મ થાય છે. પરંતુ આ વખતે મહિલાઓ અને તેમના પરિવારજનોએ અમને તેમના બાળકોનો જન્મ 22 જાન્યુઆરીએ જ કરાવવાની વિનંતી કરી છે.
ડૉ. સીમા કહે છે કે જે મહિલાઓને નોર્મલ ડિલિવરી કરાવવી પડે છે તેના વિશે કંઈ કહી શકાય નહીં. જો કે, જે મહિલાઓને ઓપરેશન દ્વારા બાળકને જન્મ આપવો પડશે તેમને સતત સમજાવવામાં આવી રહ્યા છે કે તારીખ મોકૂફ રાખવી પડી શકે છે.
ડૉ. સીમાએ વધુમાં જણાવ્યું કે 22 જાન્યુઆરીએ જે દિવસે રામ મંદિરનો અભિષેક થવાનો છે. હોસ્પિટલમાં એક જ દિવસે 30 ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ગર્ભવતી મહિલાઓએ કહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે રામ લલ્લા 22 જાન્યુઆરીએ તેમના ઘરે આવે.