Health Tips: અસ્થમાના દર્દી માટે આ શાકનું સેવન છે રામબાણ ઇલાજ, ડાયટમાં અચૂક કરો સામેલ
સરગવો તેના અનેક નામો અને ઔષધીય ગુણોને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સીંગના તમામ ભાગો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર આ શીંગનો ઉપયોગ 300 રોગોની સારવારમાં થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરગવાની શીંગોનો ઉપયોગ ડાયાબિટીસ, સ્થૂળતા અને અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક છે.
આંખના રોગોમાં સરગવો ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ આંખોની રોશની અને રેટિના સંબંધિત સમસ્યાઓ માટે ફાયદાકારક છે.
સરગવાના સેવનથી બેડ કોલેસ્ટોલ ઓછું થાય છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે.
તેમાં હાજર કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાંને મજબૂત બનાવે છે.
સરગવામાં નિયાઝીમીસીન તત્વ જોવા મળે છે, જેના કારણે કેન્સરના કોષો નથી બનતા. તેથી એવું કહેવું પણ ખોટું નથી કે તે કેન્સરના જોખમથી રક્ષણ આપે છે.
શીંગોમાં ફાઈબરની માત્રા મળી આવે છે, જેના કારણે વ્યક્તિને વારંવાર ભૂખ નથી લાગતી.જો શરીરમાં આયર્નની ઉણપ હોય તો પાલકની જગ્યાએ તેનું સેવન પણ કરી શકાય છે. તેના ઉપયોગથી લોહી શુદ્ધ રહે છે અને હિમોગ્લોબિનની ઉણપ દૂર થાય છે.