Shahi Tukda Recipe: ચોમાસામાં ના ખાઓ બહારની મીઠાઇ, ઘરે જ ફટાફટ બનાવી લો શાહી ટુકડા
શાહી ટુકડો બનાવવા માટે તમારે ઘી, ખાંડ, દૂધ, બદામ અને બ્રેડની જરૂર પડશે. તેને બનાવવામાં 1 કલાકનો સમય લાગે છે. આ સ્વીટ શાહી ટુકડા રેસીપી દરેક ઉંમરના બાળકોને પસંદ આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ એક હૈદરાબાદી રેસિપી છે જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. તમે પણ આ રેસિપીને ભરપૂર ખાઈ શકો છો. આજે અમે તમને શાહી ટુકડાની સરળ રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ.
એક તપેલી લો અને તેમાં ખાંડ અને પાણી નાખી ગરમ કરો, જ્યારે ખાંડ ઓગળી જાય ત્યારે કેસરનો દોરો નાખો. યોગ્ય ચાસણી બને ત્યાં સુધી તેને ઉકળવા દો. ચાસણી થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને બાજુ પર રાખો.
બીજી એક તપેલી લો તેમાં દૂધને મધ્યમ તાપ પર ઉકાળો જ્યાં સુધી દૂધ તેની મૂળ માત્રાના 1/4માં ભાગનું ન થઈ જાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
જ્યારે દૂધ બરાબર ઉકળી જાય ત્યારે એલચી પાવડર, 1/4 ભાગ ખાંડની ચાસણી તેમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. 5 મિનિટ સુધી સતત હલાવતા રહીને તેને ગરમ કરો. હવે તપેલીને ગેસ પરથી ઉતારી લો
હવે બ્રેડની સ્લાઈસ લો અને તેની કિનારીઓને કાપીને બે ત્રિકોણાકાર આકારમાં કાપી લો. ત્યારબાદ, એક પેનમાં ઘી ગરમ કરો અને બ્રેડને બંને બાજુથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.
બ્રેડની સ્લાઈસ તળાઈ જાય પછી દરેક સ્લાઈસને બાકીની ખાંડની ચાસણીમાં લગભગ એક મિનિટ માટે પલાળી રાખો. તેને સર્વિંગ ડીશ પર ગોઠવો. તૈયાર રબડીને બ્રેડના ટુકડા પર રેડો અને સમારેલી બદામથી ગાર્નિશ કરો.