Period Cramps: પિરિયડ્સ દરમિયાન આ ફૂડનું અવશ્ય કરો સેવન, દુખાવાથી પણ મળશે રાહત
કેટલીક મહિલાઓને પિરિયડસ દરમિયાન અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવાથી રાહત મળવા માટે ડાયટમાં શું ફેરફાર કરવો જોઇએ જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીરિયડ્સના દુખાવાની તીવ્રતા ડાયટમાં ફેરફાર કરીને ઘટાડી શકાય છે. કેટલાક એવા ફૂડ છે, જેનું પીરિયડ્સમાં સેવન કરવાથી આપને તીવ્ર દુખાવાની સમસ્યાથી રાહત મળશે.
પિરિયડ્સ દરમિયાન ઓવરીની પાસે પ્રોસ્ટેગ્લેડાઇન હોર્મોન રીલિઝ થાય છે. જેના કારણે ઓવરીમાંથી બ્લડ નીકળે છે અને મસલ્સ સંકોચાય છે, જેના પગલે પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે.
પિરિયડસ દરમિયાન બ્લડની કમી થઇ જાય છે. જેથી આ સમય દરમિયાન ખાસ લીલા પાનના શાકભાજીને ડાયટમાં સામેલ કરવા જોઇએ. જેનાથી વધુ માત્રમાં શરીરને આયરન મળે છે.
જે મહિલાઓને પિરિયડ દરમિયાન વધુ પેઇન થાય છે, તેને દહીં ભાતનું સેવન કરવું જોઇએ, જો પિરિયડના થોડા દિવસો પહેલા જ દહીં ભાત ખાવાનું શરૂ કરવામાં આવે તો તેનાથી પણ દુખાવામાં મદદ મળે છે.
કેળામાં વિટામિન બી6,પોટેશિયમ વધુ હોય છે.અનાનસમાં બ્રોમેલેન અન્જાઇમ હોય છે. જે સોજાને ઓછો કરે છે જેથી દુખાવાથી રાહત મળે છે.
કેલ્શિયમ ફૂડસ મૂડ અને થકાવટ બંનેમાં કારગર છે. તો ડાયટમાં દહી, પનીર, દૂધને સામેલ કરો. એગ પણ પીએમએસના લક્ષણો સામે લડવામાં મદદ કરે છે.
ડ઼ાર્ક ચોકલેટમાં મેગ્નેશિયમ, ફાઇબર હોય છે. જેમાં પીએમએસ સામે લડવામાં અને દુખાવો ઓછો કરવામાં મદદ મળે છે. પિરિયડ દરમિયાન દુખાવો ઓછો કરવા માટે એવી ચોકલેટ પસંદ કરો, જેમાં 85%થી વધુ કોકો છે.