30 અને 40 વર્ષની ઉંમરની મહિલાઓએ ક્યો ટેસ્ટ કરાવવો જોઇએ? જાણો શું કહે છે એક્સપર્ટ?
30 વર્ષની ઉંમરે બધી મહિલાઓએ પેપ સ્મીયર અને HPV ટેસ્ટ કરાવવો જોઈએ. ઓવેરિયન કેન્સરને શોધવા માટે આ પરીક્ષણ શ્રેષ્ઠ છે. આ ટેસ્ટ દર ત્રણથી પાંચ વર્ષે કરવો જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App40 વર્ષની ઉંમરથી શરૂ કરીને સ્ત્રીઓએ સ્તન કેન્સરની તપાસ માટે દર વર્ષે અથવા દર બે વર્ષે મેમોગ્રામ કરાવવું જોઈએ. જે મહિલાઓને તેમના પરિવારમાં પહેલાથી જ કેન્સર છે તેને અગાઉથી ટેસ્ટ કરાવવો જોઇએ
30 થી 40 વર્ષની વયની મહિલાઓએ બોન ડેન્સિટી ટેસ્ટ કરાવવો આવશ્યક છે. જેથી ઓસ્ટીયોપોરોસીસનો ખતરો ઓછો થાય છે.
બીપી અને કોલેસ્ટ્રોલ ટેસ્ટઃ હૃદય સ્વસ્થ છે કે નહીં તે જોવા માટે સમય સમય પર બીપી અને કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવવો જોઈએ. કારણ કે ઉંમરની સાથે હૃદયરોગનું જોખમ વધે છે. આ રોગનું જોખમ ઘટાડવા માટે કોલેસ્ટ્રોલ ટેસ્ટ કરાવવો જરૂરી છે.
ડાયાબિટીસ ટેસ્ટઃ ડાયાબિટીસ ટેસ્ટ ખૂબ જ જરૂરી છે કારણ કે વધતી ઉંમર સાથે મેદસ્વીતા અને ડાયાબિટીસનું જોખમ વધે છે.
કોલન કેન્સર ટેસ્ટ: 45 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓએ કોલોરેક્ટલ કેન્સરથી બચવા માટે નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ. આમાં સિગ્મોઇડોસ્કોપી અથવા કોલોનોસ્કોપીનો સમાવેશ થાય છે.