Hair Colour Tips: આ નેચરલ ટિપ્સ દ્રારા હેરનો કલર્સ કરી શકો છો ચેન્જ, બીટનો આ રીતે કરો ઉપયોગ
Hair Colour Tips: ખરાબ આહાર શૈલી અને તણાવ પ્રદૂષણ વગેરે કારણો સફેદ વાળ માટે જવાબદાર છે. સામાન્ય રીતે વાળને કાળા કરવા માટે કૈમિકલ યુક્ત ડાયનો ઉપયોગ લોકો કરતા હોય છે. જે નુકસાનકારક છે. આજે નેચરલ ઉપાય હેર કલરના જણાવીશું જેનાથી નુકસાન નહિ પણ વાળને વધુ ફાયદો પહોંચશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીટના નિયમિત ઉપયોગથી પણ હેરનો કલર બરગન્ડી કરી શકો છો. આ માટે આપે બીટને છીણીને તેને ગરમ પાણીમાં ઉકાળી લેવું બાદ બીટનું પાણી ગાળી લો. ઠંડુ પડ્યાં બાદ તેમાં મહેંદી ઉમેરો. સપ્તાહમાં 2 વખત આ પ્રયોગ નિયમિત કરવાથી આપના હેરનો કુદરતી રીતે કલર ચેન્જ થશે
આદુ અને મધ-આદુ અને મધનું મિશ્રણ વાળને કાળા કરવા માટે ખૂબ જ અસરકારક છે. આ માટે, આદુને છીણી લો, તેમાં મધ ઉમેરો. હવે આ પેસ્ટને વાળમાં લગાવો. 20-30 મિનિટ પછી પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર કરી શકાય છે.
બીટના નિયમિત ઉપયોગથી પણ હેરનો કલર બરગન્ડી કરી શકો છો. આ માટે આપે બીટને છીણીને તેને ગરમ પાણીમાં ઉકાળી લેવું બાદ બીટનું પાણી ગાળી લો. ઠંડુ પડ્યાં બાદ તેમાં મહેંદી ઉમેરો. સપ્તાહમાં 2 વખત આ પ્રયોગ નિયમિત કરવાથી આપના હેરનો કુદરતી રીતે કલર ચેન્જ થશે
નાળિયેર તેલ અને લીંબુનો રસ-નારિયેળ તેલ કુદરતી રીતે વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. નારિયેળના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં મસાજ કરો. નિયમિત ઉપયોગથી હેરનો કલર ચેન્જ થશે.
ડુંગળીનો રસ-ડુંગળીનો રસ સફેદ વાળને ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે વાળના વિકાસ માટે પણ ઉપયોગી છે. ઓલિવ ઓઈલમાં ડુંગળીનો રસ અને લીંબુનો રસ મિક્સ કરીને સ્કેલ્પ પર મસાજ કરો. તેનાથી વાળ મજબૂત થશે અને સફેદ વાળ ઓછા થશે.
કાળી ચાનો ઉપયોગ કરો-બ્લેક ટીનો ઉપયોગ કરીને તમે કુદરતી રીતે વાળને કાળા કરી શકો છો. તે એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર છે, જે વાળને કાળા કરવામાં મદદ કરે છે. આ માટે એક બાઉલમાં પાણી લો, તેમાં 2 ચમચી કાળી ચા અને એક ચમચી મીઠું નાખીને ઉકાળો. હવે તેને ગાળી લો, જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેને વાળમાં લગાવો.