વર્કિંગ પેરેન્ટ્સ છો અને પોતાના બાળકોને નથી આપી શકતા સમય, તો જરૂર અપનાવો આ રીત
કામકાજ અને ઘરની ધમાલમાં પોતાના બાળકોને પૂરતો સમય ન આપી શકવો એ મોટાભાગના માતા-પિતા માટે મોટી સમસ્યા છે. અહીં કેટલીક સરળ પદ્ધતિઓ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમારી પાસે કામના કારણે બાળકો માટે ઓછો સમય છે તો આ પરિસ્થિતિ તમારા અને તમારા બાળકો માટે તણાવનું કારણ બની શકે છે. પરંતુ ગભરાશો નહીં, કેટલીક સરળ ટીપ્સ તમને અને તમારા બાળકોને ખુશીની ક્ષણો સાથે પસાર કરવામાં મદદ કરશે.
વીકએન્ડને ખાસ બનાવો: દરેક વીકએન્ડમાં કંઈક ખાસ પ્લાન કરો, જેમ કે પિકનિક પર જવું, કોઈ નવી ગેમ રમવી અથવા સાથે મળીને કંઈક નવું કરવું. આ તમારા અને તમારા બાળકો વચ્ચેના સંબંધને મજબૂત બનાવશે.
રોજિંદા કાર્યોમાં સહયોગ: રસોઈ બનાવતી વખતે કે ખરીદી કરતી વખતે બાળકોને સાથે લઈ જાઓ. આ તેમને શીખવામાં અને તમારી સાથે વધુ સમય પસાર કરવામાં મદદ કરશે.
ટેક્નોલોજીનો ઉપયોગ કરો: જો તમે દૂર હોવ તો બાળકો સાથે વીડિયો કૉલ દ્વારા વાત કરો. આનાથી તેમને અનુભવ થશે કે તમે હંમેશા તેમની સાથે છો.
'ફેમિલી ડે' ઉજવો: દર અઠવાડિયે એક દિવસ ફક્ત પરિવાર માટે રાખો. આ દિવસે મૂવી જુઓ, રમત રમો અથવા સાથે રસોઇ બનાવો. સૂતા પહેલા તમારા બાળકોને વાર્તા સંભળાવો અથવા તેમનો દિવસ કેવી રીતે પસાર થયો તે વિશે વાત કરો. તેનાથી તેમને સારું લાગશે અને તેઓ સમજી શકશે કે તમે તેમને કેટલો પ્રેમ કરો છો.