Health tips: અપચાના કારણે આપનું પેટ ફુલી જાય છે? તો યોગાસનથી પાચનતંત્રને દુરસ્ત બનાવો
પેટ ફુલવું આજે મોટાભાગના લોકોની સમસ્યા છે. આ સ્થિતિને દૂર કરવા લોકો ક્રેશ ડાયટિંગનો સહારો લે છે. જો કે માત્ર ફેટના કારણે નહી અપચાના કારણે પણ આ સમસ્યા થાય છે. આપ પણ અપચો અને પેટની સમસ્યાથી પીડિત હો તો યોગ સહિતની આ આદતોને દિનચર્યામાં સામેલ કરીને તેને દૂર કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંડૂકાસનને પણ નિયમિત રૂટીનમાં સામેલ કરો, તેનાથી આંતરડાની શક્તિ વધે છે અને પૈંક્રિયાસ એક્ટિવ રહે છે, જમ્યા બાદ 15 મિનિટ વજ્રાસમાં બેસવાથી પણ પેટની ચરબી ઘટે છે.
અર્ધમત્સ્યેન્દ્રાસન આંતરડા અને કિડનીને દુરસ્ત રાખે છે ને લીવરને મજબૂત બનાવે છે. ઉપરાંત તાડાસન પણ કબજિયાત એસિડીટી અને અપચાને દૂર કરે છે.
વીરાસન અપચાની સમસ્યાને દૂર કરીને પેલ્વિક મસલ્સને ટોન કરે છે. કટિચક્રાસન કમર પેટને ઓછું કરવામાં કારગર છે.
આપ યોગની દિનચર્યામાં સામેલ કરીને આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. આ માટે રોજ સવારે સૂર્ય નમસ્કાર કરો. તેનાથી પાચન ઝડપથી થશે અને પેટ હળવું થશે