મૉડલે ઈજિપ્તનો પ્રાચીન પોશાક પહેરીને પિરામિડ સામે કરાવ્યું હોટ ફોટોશૂટ, ફોટોગ્રાફરની થઈ ધરપકડ, જુઓ તસવીર
ઈજિપ્તના પિરામિડ દુનિયાના સાત અજૂબામાંથી એક છે. જેને પ્રાચીન ધરોહર માનવામાં આવ્યા છે. સાથે સાથે ઈજિપ્તના આ પિરામિડ લોકોની ભાવનાઓ સાથે જોડાયેલા છે. આ પિરામિડનો ઈતિહાસ ત્રણ હજાર વર્ષ જૂનો હોવાનું કહેવામાં આવે છે. એવામાં અહીં બોલ્ડ ફોટોશૂટ થવાથી વિવાદ થયો છે. (Photo Credit : Salma al-Shimi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે, તેને આ ફોટોશૂટ માટે મંજૂરી મળી હતી તો, કઈ રીતે ? આખરે કયા અધિકારીના મિલીભગતથી આ સંભવ બન્યું. (Photo Credit : Salma al-Shimi)
આ તસવીરોમાં સલમા અલ-શિમી ઈજિપ્તન પ્રાચીન પોશાકમાં નજર આવી રહી છે. પરંતુ જ્યાં તેણે આ ફોટોશૂટ કરાવ્યું હતું તે જગ્યાને વિશ્વ ધરોહરનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવામાં મંજૂરી વગર આ ફોટોશૂટ કરાતા સરકાર હરકતમાં આવી છે અને કાર્યવાહી કરી છે.
તસવીરો સામે આવ્યા બાદ ભારે વિવાદ સર્જાયો હતો અને સરકારે પણ તાત્કાલિક એક્શન લીધી હતી અને તસવીરોને કેમેરામાં કેદ કરનાર ફોટોગ્રાફરની ધરપકડ કરાઈ છે. આ પહેલા મોડલ સલમાની ધરપકડ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા હતા પરંતુ તે અફવા નીકળી હતી. (Photo Credit : Salma al-Shimi)
ઈજિપ્તની ફેશન મૉડલ સલમા અલ-શિમી પોતાની ગ્લેમરસ તસવીરોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તેણે એવો ફોટોશૂટ કરાવ્યો છે કે, જેનાથી વિવાદ ઉભો થઈ ગયો છે. આ ફોટોશૂટ ઈજિપ્તના પિરામિડ સામે કરવામાં આવ્યું હતું અને તે પણ તેની સભ્યતાની હજારો વર્ષ પહેલાના વસ્ત્રો પહેરીને. (Photo Credit : Salma al-Shimi)
- - - - - - - - - Advertisement - - - - - - - - -