પિરામિડ પાસે મોડલનો ‘સેક્સી’ ફોટોશૂટ, પોલીસે ફોટોગ્રાફરની કરી ધરપકડ, જુઓ PHOTOS
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં જ ટિકટોક પર અપમાનજનક પોસ્ટને કારણે કોર્ટે પાંચ યુવતીઓને બે વર્ષની સજા અને 20 હજાર ડોલરનો દંડ લગાવ્યો હતો. અને તે જ કારણે ઈજિપ્તમાં મહિલા આંદોલનની પણ શરૂઆત થઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કે, સોશિયલ મીડિયામાં કેટલાય લોકો મોડેલના સપોર્ટમાં પણ ઉતરી આવ્યા છે. અને જણાવી રહ્યા છે કે જો આ જ ફોટોશૂટ કોઈ પુરુષે કરાવ્યું હોત તો તેને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડતો. પણ એક મહિલા હોવાને કારણે સરકાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, એક સુરક્ષા સૂત્રએ કહ્યું, ‘પુરાતત્વ ક્ષેત્રમાં મોડલ ડાન્સલ સલમા અલ-શમીની સાથે એક ખાનગી ફોટોશૂટ બાદ ફોટોગ્રાફરની ધરપકડ કરવામાં આવી છે. આ કેસ કોર્ટમાં છે.’ તમને જણાવીએ કે શમીએ એક વીડિયો પણ પોતોના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સોશિયલ મીડિયામાં આ પિરામિડની સામે ભડકાઉ તસવીર ખેંચાવવા પર લોકો ભડક્યા હતા.
કેટલાક લોકોએ આ ફોટોશૂટની ટીકા કરી છે. ધ સનના અહેવાલ અનુસાર, ફોટોશૂટ પર વિવાદ થયા બાદ મોડલ સલમાએ કહ્યું કે, તેને ખબર ન હતી કે પુરાતાત્ત્વિક સ્થળ પર મંજૂરી વગર ફોટોગ્રાફી ન કરાય.
ફોટોશૂટ બાદ સલમા એલ શીમી નામની મોડલે આ તસવીરોને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અપલોડ કર્યા. મોડલે સોશિયલ મીડિયા પર આ તસવીર અપલોડ કરતાં જ તે વાયરલ થઈ ગઈ, ત્યાર બાદ બચાવમાં આવી ગઈ હતી.
નવી દિલ્હીઃ મિસ્રની પોલીસે હાલમાં જ પ્રાચીન પિરામિડની સામે એક મોડલના વાંધાજનક ફોટોશૂટને લઈને ફોટોગ્રાફરની ધરપકડ કરી છે. આ ફોટોગ્રાફરે મિસ્રની રાજધાની કાહિરામાં આવેલ પિરામિડની સામે એક મોડલની પ્રાચીન મિસ્રમાં પહેરાતા કપડામાં તસવીર લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -