Weather Update: મહારાષ્ટ્ર, બિહાર સહિત આ રાજ્યોમાં હજું પણ માવઠાનું સંકટ, હવામાન વિભાગે આ તારીખ સુધી કરી વરસાદની આગાહી
દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં વધારો થતાં હીટ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને મુંબઈમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે કરા પડવાની પણ સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દિવસોમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે. દિવસેને દિવસે તાપમાન વધી રહ્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે, મંગળવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં એક ડિગ્રી વધુ છે. હવામાન વિભાગે કહ્યું કે બુધવારે દિલ્હી-NCRનું આકાશ સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ રહેશે. મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે કહ્યું કે, આ અઠવાડિયે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હીટ વેવની સંભાવના છે. પંજાબ, હરિયાણા અને દિલ્હી-NCRમાં આકરી ગરમી પડશે. આ સપ્તાહમાં ગુરુવાર અને શનિવાર વચ્ચે તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. આ ઉપરાંત આ રાજ્યોમાં હીટ વેવની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
કાળઝાળ ગરમી વચ્ચે દેશના અનેક રાજ્યોમાં પણ વરસાદની આશંકા છે. હવામાન વિભાગે કહ્યું કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં આગામી એક-બે દિવસમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જોરદાર વાવાઝોડાની સાથે અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના બેતુલ, ખંડવા, છિંદવાડા, સિવની, બાલાઘાટ, ઝાબુઆ અને ઈન્દોર જિલ્લામાં વરસાદની અપેક્ષા છે.
બિહારના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ-બિહારના ઘણા જિલ્લાઓમાં ભારે ગરમી પડી રહી છે. સાથે જ કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પણ થઈ રહ્યો છે. બિહારના સુપૌલ, અરરિયા, સહરસા, મધેપુરા, પૂર્ણિયા, કટિહાર અને કિશનગંજમાં વરસાદની સંભાવના છે. લોકોને ગરમીથી રાહત મળશે.
મુંબઈમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી-મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સોમવારે જોરદાર તોફાન અને વરસાદે તબાહી મચાવી દીધી છે. દરમિયાન, હવામાન વિભાગે મંગળવારે ચેતવણી આપી હતી કે આગામી ત્રણ દિવસ દરમિયાન મુંબઈમાં વિવિધ સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. તેમજ લોકોને ઘરની બહાર નીકળતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે
દેશના આ રાજ્યોમાં હીટ વેવ એલર્ટ-હવામાન વિભાગે આગાહી કરી છે કે, બુધવાર અને શનિવાર વચ્ચે પશ્ચિમ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનમાં હિટવેવ રહેશે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને દક્ષિણ હરિયાણામાં 16મીથી 18મી મે દરમિયાન દિવસનું તાપમાન ઊંચું રહેશે. શુક્રવારે બિહારના અનેક જિલ્લાઓમાં હિટવેવની શક્યતા છે
image 8