Gujarat: આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, દિગ્ગજ નેતા શક્તિસિંહની હાજરીમાં કૉંગ્રેસમાં સામેલ
Gujarat: આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, દિગ્ગજ નેતા શક્તિસિંહની હાજરીમાં કૉંગ્રેસમાં સામેલ
આપ નેતા કૉંગ્રેસમાં સામેલ
1/6
અમદાવાદ: ગુજરાત આમ આદમી પાર્ટીમાં ફરી એક વખત ભંગાણ થયું છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલની હાજરીમાં ઘણા લોકો કૉંગ્રેસમાં સામેલ થયા છે. શક્તિસિંહ ગોહીલે ખેસ પહેરાવી તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.
2/6
આમ આદમી પાર્ટી, ગુજરાત પ્રદેશના આગેવાન કિરણ પટેલ સહિતના લોકોએ આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિહ ગોહિલે કોંગ્રેસનો ખેસ પહેરાવીને તેમનો વિધિવત પ્રવેશ કરાવ્યો છે.
3/6
આપ સાથે ગઠબંધન ન કરવાના નિર્ણયને સાથ આપતાં આમ આદમી પાર્ટીના નેતા આજે કોંગ્રેસમાં જોડાયા છે. કિરણ પટેલ આપ ગુજરાતના પુર્વ ખજાનચી, દસક્રોઇના પુર્વ ઉમેદવાર અને જિલ્લા પ્રમુખ રહી ચુક્યા છે. કિરણ પટેલ સામાજીક સેવા સાથે સંકળાયેલા નાગરિક છે.
4/6
આપ છોડી કોંગ્રસમાં જોડાનાર કિરણ પટેલે નિવેદન આપ્યું કે રાજકારણમાં મોટા બદલાવ માટે આપમાં જોડાયો હતો. ત્રણ વર્ષ પાર્ટીમાં નજીકથી કામ કરતાં સાચી વાત ખબર પડી.
5/6
કોંગ્રસમાં જોડાનાર કિરણ પટેલે વધુમાં કહ્યું, આમ આદમી પાર્ટી ભાજપને આડકતરો સપોર્ટ કરે છે. મારો મોહ ભંગ થતાં હું લોકોની સેવા માટે દેશની સૌથી જુની પાર્ટી કોંગ્રેસમાં જોડાયો છું.
6/6
ઘણા યુવાનો કૉંગ્રેસ પક્ષ સાથે જોડાયા હતા. તમામનું કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલ દ્વારા ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
Published at : 25 Apr 2025 07:54 PM (IST)