Ahmedabad: જો અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો તમારું ટાયર ફાટશે તે નક્કી, વિશ્વાસ ન આવે તો જોઈ લો આ તસવીરો
અમદાવાદ: શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો દિવસને દિવસે વધી રહ્યા છે. જેને લઈને હાઈકોર્ટે પણ લાલઆંખ કરી હતી. હાઇકોર્ટની ફટકાર બાદ પ્રશાસન હરકતમાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે રોંગ સાઈડ પર વાહન ચલાવનારા વાહનચાલકોની ખેર નહી રહે.
જો હવે અમદાવાદાં રોંગ સાઈડ પર વાહન ચલાવ્યું તો વાહનનું ટાયર ફાટવાનું નક્કી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગના સંકલનમાં રસ્તા પર ફીટીંગ થઈ રહ્યું છે.
રોંગ સાઈડ પરથી આવતા વાહનોના ટાયર ફાટી જાય તે પ્રકારના સંસાધનો ઇન્સ્ટોલ થઈ રહ્યા છે.
આ ઉપરાંત આડેધડ પાર્કિંગ કરતા પહેલા પણ તમારે સો વાર વિચારવું પડશે.
જો અમદાવાદામં આડેધડ પાર્કિંગ કર્યું તો તમારી ગાડી લોક થઈ જશે .
ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને એએમસીએ પાર્કિંગ ડ્રાઈવ યોજી છે. હાઇકોર્ટની ફટકાર બાદ હવે પ્રશાસન પણ એક્શન મોડમાં આવી ગયું છે. ટ્રાફિક પોલીસની જેમ હવે એએમસીના અધિકારીઓ પણ ગાડીને લોક કરશે.