Chharodi Talav: લાકાર્પણના 8 મહિનામાં જ અમદાવાદનું છારોડી તળાવ થયુ સુકુ ભઠ્ઠ, 5 કરોડના ખર્ચે થયુ હતુ બ્યૂટીફિકેશન
Ahmedabad Chharodi Talav: છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકારે રાજ્યમાં આવેલા જુના અને મોટા તળાવો માટેનો લેક બ્યૂટીફિકેશન પ્રૉજેક્ટ શરૂ કર્યો છે, આ અંતર્ગત કેટલાય તળાવોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ અમદાવાદના છારોડી નજીક આવેલા છારોડી તળાવની હાલત જોઇને કહી શકાય છે કે, સરકારનો આ પ્રૉજેક્ટ અહીં નિષ્ફળ ગયો છે, કેમ કે આઠ મહિના પહેલા જ લોકાર્પણ થયેલું આ છારોડી તળાવ અત્યારે એકદમ સુકુ ભઠ હાલતમાં દેખાઇ રહ્યું છે.
અમદાવાદમાં ગોતા નજીક આવેલા છારોડી તળાવને લઇને નાગરિકોમાં અનેક સવાલો ઉઠ્યા છે, તંત્ર દ્વારા લેક બ્યૂટીફિકેશનનો પ્રૉગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ છારોડ તળાવમાં આ લેક બ્યૂટીફિકેશન પ્રૉગ્રામની ધજ્જીયાં ઉડી છે.
ખાસ વાત છે કે સરકારના તળાવોના બ્યૂટીફિકેશન બાદ તેમના રાખરખાવ અને સમારકામમાં બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે.
હાલમાં જ 35 કરોડ લિટર જેટલું પાણી ભરેલું આ છારોડી તળાવ અત્યારે લગભગ સુકુ ભઠ્ઠ થઇ ગયુ છે.
ખાસ વાત છે કે, આ છારોડી તળાવનું લોકાર્પણ આઠ મહિના પહેલા જ કરવામાં આવ્યુ હતુ, એટલે કે લોકાર્પણના આઠ જ મહિનામાં તળાવ લગભગ સૂકું ભઠ્ઠ થયું હોવાની સ્થિતિમાં છે.
હાલમાં અહીં પાણીનું સ્તર ઘટતાં એકવા સાઇકલ પણ કાઢી લેવાઈ છે. આ છારોડી તળાવમાં લેક બ્યૂટીફિકેશનના પ્રૉગ્રામ અંતર્ગત તળાવના બ્યૂટીફિકેશન માટે 5 કરોડથી વધુનો ખર્ચ પણ થયો હતો, પરંતુ અત્યારે હાલત એકદમ ખરાબ છે.