Ahmedabad : પહેલા જ વરસાદમાં શહેરની કેવી થઈ ગઈ હાલત, જુઓ તસવીરો
અમદાવાદઃ બુધવારે પડેલા વરસાદે ખોલી પ્રિ મોન્સૂનની કામગીરીની પોલ. શહેરના પૂર્વ અને પશ્ચિમ તમામ વિસ્તારમાં ઠેર ઠેર વૃક્ષ પડવાની અને પાણી ભરાઈ રહેવાની સમસ્યા. વૃક્ષના ટ્રીમીંગ અને ભયજનક વૃક્ષ ઉતારવા માટે બજેટમાંથી 5 થઈ 6 કરોડ ખર્ચાય છે અને શહેરમાં રોડ ઉપરના પેચવર્ક અને ભુવાના સમારકામ માટે અંદાજે 15 થી 20 કરોડનો ખર્ચ થતો હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુધવારથી અમદાવાદમાં સત્તાવાર ચોમાસાનું આગમન થયું. આ તરફ પહેલા વરસાદે જ શહેરમાં પ્રિ મોન્સૂનનો પ્લાન ખુલ્લો પાડી દીધો. ક્યાંક વૃક્ષ ધરાશાયી થવાના તો ક્યાંક રોડ ઉપર પાણી ભરાઈ જવાની સ્થિતિનો નવ કલાક બાદ પણ ઉકેલ ન આવ્યો. ABP અસ્મિતાએ અમદાવાદના માણેકબાગ, પરિમલ ગાર્ડન રખિયાલ બાપુનગર વિસ્તારમાં વરસાદની સ્થિતિ અંગે ચકાસણી કરી.
માણેકબાગથી આંબાવાડી જવાના આંતરિક માર્ગ ઉપર વિશાળ વૃક્ષ રોડ ઉપર ધરાશાયી થયું. જેના કારણે વાહનચાલકોને હાલાકી તો પડી પણ વાહનવ્યવહાર પર પણ અસર પડી.તાઉતે વાવાઝોડા સમયે શહેરમાં 2600 મોટા વૃક્ષ ધરાશાયી થયા હતા. તેમાંથી પણ કોઈ શીખ ન મેળવી હોય તેમ AMC એ યોગ્ય ટ્રીમિંગ ન કરતા અડધા વૃક્ષ રોડ પર પડેલા નજરે પડ્યા.
આંબાવડીથી પરિમલ ગાર્ડ ન ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા નજરે પડયા.સવારે વરસાદે વિરામ લેતા ચાલવા નીકળેલા અનેક મોર્નિંગ વોકર્સને પાણીમાંથી પસાર થવાની સ્થિતિ આવી.તો વાહનો પણ પાણીમાંથી પસાર કરવાની પરિસ્થિતિ સર્જાઈ.
અનેક ટેમ્પો અને ટ્રકથી વ્યસ્ત રહેતા રખિયાલના બોટલિંગ ચાર રસ્તા ઉપર રોડની વચ્ચે ભુવો પડતા રોડ બંધ કરી દેવામાં આવ્યો.સ્થાનિકોના મત અનુસાર એક સપ્તાહથી પડેલા ભુવાનું સમારકામ ન કરાતા ભુવો રોડની અંદર 20 ફૂટ સુધી પહોંચી ગયો જેના કારણે હાલમાં એક તરફનો માર્ગ બંધ કરી દેવાયો અને ભુવામાં વરસાદી પાણી ભરાઈ ગયું.