Ahmedabad: કયા પોશ વિસ્તારમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું, જુઓ તસવીરો
રાજ્યમાં કોરોના સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. જેને લઈ કેટલાક શહેરો અને ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન અમદાવાદના એક પોશ વિસ્તારમાં પણ વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના સાયન્સ સીટીના શુકન મોલ વિસ્તારમાં શનિવાર અને રવિવારે વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગ જીવન જરૂરિયાતની અને દવાની દુકાનો સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.
અમાદાવાદમાં શનિવારે કોરોનાના 1409 કેસ અને શુક્રવારે 1296 કેસ નોંધાયા હતા. આમ બે દિવસમાં જ અમદાવાદમાં કોરોનાના 2700થી વધારે કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો અને કુલ કેસનો આંક ૫ હજાર સુધી પહોંચવામાં ૪૫ દિવસનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે.