Ahmedabad: અમદાવાદને મળશે વધુ એક નજરાણું, પીએમ મોદી આજે કરશે લોકાર્પણ
આ બ્રિજ પૂર્વ અને પશ્ચિમ કાંઠે વિવિધ જાહેર વિકાસ માટે મલ્ટી-લેવલ કાર પાર્કિંગ અને કનેક્ટિવિટી પૂરી પાડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપશ્ચિમ કાંઠે ફ્લાવર પાર્ક અને ઇવેન્ટ ગ્રાઉન્ડ્સ વચ્ચેના પ્લાઝાથી પૂર્વમાં પ્રસ્તાવિત આર્ટસ, કલ્ચરલ, એક્ઝિબિશન સેન્ટર સુધી જોડાશે.
ફૂટ ઓવર બ્રિજની ડિઝાઇન અનન્ય છે. તે ટેક્નોલોજીના દૃષ્ટિકોણથી નદીની સાથે શહેરની સ્થિતિ અને સુંદરતામાં પણ વધારો કરશે.
તેને એન્જિનિયરિંગ અજાયબીનો નમૂનો પણ કહી શકાય. આ ફૂટ ઓવર બ્રિજ સામાન્ય લોકોને સુવિધા તો આપશે જ પરંતુ અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટની સુંદરતામાં પણ વધારો કરશે.
આ બ્રીજની કુલ લંબાઈ 300 મીટર છે. 2600 મેટ્રીક સ્ટીલનું વજન છે. બ્રિજના છેડાના ભાગે પહોળાઈ દસ મીટર અને વચ્ચેના ભાગમાં 14 મીટર છે.
બ્રીજ ઉપર વુડન ફલોરીંગ અને ગ્રેનાઈટ ફલોરીંગ કરવામાં આવ્યું છે. સ્ટેઈનલેશ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ આકર્ષક લુક આપે છે.
બ્રીજના પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન છે. આ પુલ ફક્ત ચાલવા માટે જ બનાવાયો છે.
74 કરોડના ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો છે.
પીએમ મોદી આજે સાંજે બ્રીજનું લોકાર્પણ કરશે અને તેની સાથે અમદાવાદનો વધું એક નજરાણું મળશે.