Science City: અમદાવાદની સાયન્સ સિટીમાં ઉમેરાશે નવું નજરાણું, ડિફેન્સ-એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી થશે શરૂ
અમદાવાદ સાયન્સ સિટી એ વિશ્વની એક અનોખી વિજ્ઞાન નગરી છે કે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ આકર્ષણમાં હવે કેટલાક વધુ આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App107 હેક્ટરમાં ફેલાયેલી આ સાયન્સ સિટીની મુલાકાત ગુજરાતના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના બાળકો લઈ રહ્યા છે અને તે વિજ્ઞાનની વિસ્મયભરી દૂનિયાનો અહેસાસ કરે છે
ગયા વર્ષે જ લગભગ 12 લાખથી વધુ મુલાકાતીઓ આ સાયન્સ સિટીની મુલાકાત લઈ ચુક્યા છે.
સાયન્સ સિટી ખાતે 11 હજાર સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે.
એક્વેટિક ગેલેરી અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ છે, જે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ છે.
અહિં 20 એકરમાં પથરાયેલ નેચર પાર્ક છે કે જ્યાં 380થી વધુ સ્પીસિસ જોવા મળે છે.
આ ઉપરાંત એમ્પી થિયેટર, એનર્જી એજ્યુકેશન પાર્ક, હોલ ઓફ સાયન્સ, હોલ ઓફ સ્પેસ, પ્લેનેટ અર્થ, થ્રીલ રાઈડ્સ જેવા આકર્ષણો મુલાકાતીઓને વૈજ્ઞાનિક સમજ અને જ્ઞાનમાં વધારો કરે છે