Ahmedabad Weather: વાતાવરણમાં આવેલા પલટાથી શહેરમાં ધુમ્મસભર્યુ વાતાવરણ, વિઝિબિલિટી થઈ ડાઉન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Mar 2023 09:22 AM (IST)
1
અમદાવાદમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. જેના કારણે વાહન ચાલકો ધોળા દિવસે પણ લાઇટ ચાલું રાખીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અમદાવાદ શહેરના બોપલથી લઈ નિકોલ સુધીના વિસ્તારમાં ધુમ્મસભર્યુ વાતાવરણ છે.
3
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે.
4
હવામાન વિભાગે આજે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેંદ્રનગર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં વરસાદની આગાહી કરી છે.
5
આવતીકાલે સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેંદ્રનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં માવઠાની સંભાવના છે.