Amrut Bharat Station Yojana: ગુજરાતમાં કેટલા રેલવે સ્ટેશન અને રેલવે ઓવરબ્રિજ-અંડરબ્રિજને અપાયા નવા રૂપરંગ? જાણો વિગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે દેશભરના ૫૦૦ થી વધુ રેલ્વે સ્ટેશન્સ અને ૧૫૦૦ ઉપરાંત રેલ્વે અંડરબ્રિજ-ઓવરબ્રિજના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ તથા રિ-ડેવલપમેન્ટ કામો વર્ચ્યુઅલ માધ્યમથી સંપન્ન કરાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના ૪૬ રેલ્વે સ્ટેશન્સ અને ૧૩૦ જેટલા અંડરબ્રિજ-ઓવરબ્રિજનો આ યોજના અન્વયે સમાવેશ કરવામાં આવેલો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ રેલ્વે સ્ટેશને યોજાયેલા સમારોહમાં સહભાગી થયા હતા. અમદાવાદ રેલ્વે સ્ટેશનના રૂ. ૨,૩૭૯ કરોડના રિ-ડેવલપમેન્ટના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને મળેલા રેલ સેવાના વિવિધ કામોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ૨૦૧૪ સુધીમાં દર વર્ષે ગુજરાતને કેન્દ્ર સરકાર સરેરાશ ૫૦૦-૬૦૦ કરોડ રૂપિયા ફાળવતી હતી. ૨૦૧૪ પછી ગુજરાતને રેલ્વેની માળખાકીય સુવિધાના વિસ્તરણનો વ્યાપક લાભ મળ્યો છે અને રાજ્યમાં રૂ. ૧૭,૭૦૦ કરોડના ૪૮ રેલ્વે પ્રોજેક્ટ હાલ કાર્યરત છે.
મુખ્યમંત્રીએ પાછલા નવ વર્ષમાં રેલ્વે લાઈનના ઈલેક્ટ્રીફીકેશન, રેલ્વે ટ્રેક ડબલીંગ અને ગેજ કન્વર્ઝનના થયેલા અનેક કામોની વિગતો આપી હતી.
રેલ વિભાગ દ્વારા આયોજિત વિકસિત ભારત ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનવામાં આવ્યા હતા.
image 6આ પ્રસંગે સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય કૌશિકભાઇ તથા અમદાવાદ રેલ્વે મંડળના ડી.આર.એમ. સુધીરકુમાર શર્માએ પ્રાસંગિક સંબોધન કર્યા હતા અને અમદાવાદ તથા ગુજરાતને મળી રહેલી આ વિકાસ ભેટને વડાપ્રધાનના નેતૃત્વમાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની દિશા સમાન ગણાવ્યા હતા.