Ahmedabad: અમદાવાદના શાહીબાગમાં યોજાયા IPSના ગરબા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી રહ્યા હાજર
અમદાવાદના શાહીબાગમાં IPS મેસ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ પોલીસ અધિકારીઓને નવરાત્રિ પર્વની શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બુધવારે અમદાવાદમાં આવેલી આઇપીએસ મેસ ખાતે આઇપીએસ વાઈવ્સ એસોસિએશન દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, રાજયના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, આઇપીએસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત આઇપીએસ વાઈવ્સ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે હર્ષ સંઘવી ગરબા રમ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માં અંબાના દર્શન કરી આરતી ઉતારી હતી. ગરબા મહોત્સવમાં ઉપસ્થિત આઇપીએસ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ અવસરે રાજયના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, આઇપીએસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ સહિત IPS વાઈવ્સ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.