Gujarat Election 2022: CM ભુપેન્દ્ર પટેલે નોંધાવી ઉમેદવારી, અમિત શાહ રહ્યા હાજર, જુઓ તસવીરો
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હતા.
ઉમેદવારી પત્ર ભરતા ભુપેન્દ્ર પટેલ
1/8
સીએમ ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી અમિત શાહે ફોર્મ ભરતાં પહેલા રોડ શો કર્યો હતો.
2/8
ઉમેદવારી પત્ર પહેલા ઘાટલોડિયામાં અમિત શાહ અને ભુપેન્દ્ર પટેલે એક સભાને સંબોધી હતી.
3/8
ઉમેદવારી પત્ર ભરતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શક્તિ પ્રદર્શન કર્યું. ઉમેદવારી પત્ર ભરતા અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રેલી સ્વરૂપે જેવીર ડેરી, પ્રભાત ચોક, ચાણક્યપુર બ્રિજ, ડમરૂ સર્કલ, કારગીસ ચાર રસ્તા થઈને મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા હતા.
4/8
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગોતા પ્રાંત કચેરીમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્રક ભર્યું.
5/8
અમિત શાહે આગામી મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ચૂંટણી બાદ પણ ભૂપેન્દ્ર પટેલ જ ગુજરાતના મુખ્યમંત્રી હશે.
6/8
રોડ શો દરમિયાન સીએમ ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી અમિત શાહે પાઘડી પહેરી હતી. રોડ શો દરમિયાન તેમની પર સતત પુષ્પવર્ષા થઈ હતી.
7/8
ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો થલતેજ ગામના સરપંચની જવાબદારી નિભાવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેયરમેન બન્યા.
8/8
આ વખતની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલની સામે કૉંગ્રેસે રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક વચ્ચે જંગ જામશે..
Published at : 16 Nov 2022 02:49 PM (IST)