Gujarat Rain: અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદ શહેરમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી આગાહી કરાઈ છે પરંતુ વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે.
હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,ખેડા, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ,ડાંગ અને તાપીમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે યલો અલર્ટ જાહેર કર્યું છે. આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.
દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર બનતા રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.