Ahmedabad: અમદાવાદમાં 5 વર્ષ બાદ શરૂ થયો આ બ્રિજ, જુઓ અદ્ભૂત તસવીરો
અમદાવાદમાં રૂ. 187 કરોડના વિકાસકાર્યોનું મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. જે અંતર્ગત ખોખરા ઓવર બ્રિજ, કાંકરિયા રેલ્વે ટ્રેક નાગરિકોની સેવામાં કાર્યરત બન્યા છે.
Continues below advertisement
અનુપમ ખોખરા બ્રિજ
Continues below advertisement
1/6
કાંકરિયા અનુપમ બ્રિજનું 5 વર્ષે રિનોવેશન પૂર્ણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકો માટે બ્રિજ શરૂ કરવામાં આવ્યો છે.
2/6
આ બ્રિજ પરથી દરરોજ અંદાજે 3 લાખ વાહનો પસાર થશે. રૂ. 41 કરોડના ખર્ચે 4 લેનનો નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે.
3/6
આ બ્રિજ શરૂ થઈ જતા હવે કાંકરિયાથી ખોખરા, હાટકેશ્વર અને સીટીએમ તરફ જવા માટે 4 કિલોમીટર ફરીને જવું પડશે નહીં. પશ્ચિમ રેલવેનો આ સૌથી મોટો ઓપનવેવ ગર્ડર બ્રિજ છે.
4/6
આ બ્રિજની લંબાઈ 92 મીટર છે ને વજન 1045 મેટ્રિક ટન છે. જેનું મેન્યુફેક્ચરિંગ દિલ્હીના ફરિદાબાદમાં કરીને અમદાવાદ લાવીને ફિંટિંગ કરવામાં આવ્યું છે.
5/6
રેલવે ટ્રેક પર બનેલા આ ગર્ડર બ્રિજ પણ ટ્રેનોના સંચાલનમાં ખલેલ પહોંચાડ્યા વગર લોન્ચ કરવામાં આવ્યો હતો.
Continues below advertisement
6/6
રાત્રે રોશનીથી ઝગમગતો બ્રિજ.
Published at : 10 Aug 2022 12:11 PM (IST)