Ahmedabad Rains: અમદાવાદના પોશ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ ભરાયા પાણી, પીક અવર્સમાં વાહનો પડ્યા બંધ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jun 2024 06:19 PM (IST)
1
શહેરના પોશ ગણાતા ધરણીધર વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે ઘણા લોકોના વાહનો બંધ પડી ગયા હતા. દર વર્ષે આ જ સ્થિતિ સર્જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હવામાન વિભાગ દ્વારા શહેરમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. પિક અવર્સ સમયે વરસાદ વરસતા લોકો અટવાયા હતા. ઓફિસ છૂટવાના સમયે વરસાદ ખાબકતા ટ્રાફિક જામ પણ થયો હતો.
3
સાંજ પડતા જ અમદાવાદ શહેરમાં વરસાદ શરૂ થયો હતો. જેને લઈ અનેક વિસ્તાોરમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
4
અમદાવાદના જુહાપુરા, શ્યામલ, વેજલપુર, જીવરાજપાર્ક, જોધપુર, શિવરંજની, નહેરુનગર, પરિમલ ગાર્ડન, ઈસ્કોન, પકવાન, એસજી હાઈવે, ગુજરાત કોલેજ, એલીસબ્રિજ, લોગાર્ડન, પાલડી, જમાલપુર સહિત અનેક વિસ્તોરમાં વરસાદ છે.
5
હવામાન વિભાગ દ્વારા પણ અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.