UltraMan Competition: ઓસ્ટ્રેલિયામાં અલ્ટ્રામેન કોમ્પિટિશન પૂર્ણ કરનાર પ્રથમ ગુજરાતી બન્યો આ ખેલાડી, જુઓ તસવીરો
UltraMan Competition: ઇંગિત આનંદ ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી અલ્ટ્રામેન કોમ્પિટિશન પૂરી કરવાવાળો સૌથી ઝડપી ભારતીય બન્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કોમ્પિટિશનમાં 10 km થી વધુ સ્વિમિંગ અને 400 થી વધુ કિલોમીટરની સાયકલિંગ કરવી પડે છે. હાલમાં જ ઓસ્ટ્રેલીયામાં અલ્ટ્રામેન કોમ્પિટિશન યોજાઇ જેમાં ઈંગિતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
આ કોમ્પિટિશન ત્રણ દિવસની હોય છે જેમાં 29 કલાક 52 મિનિટ અને ૩૫ સેકન્ડમાં પૂરી કરવાની હોય છે. ઇંગિત અલ્ટ્રામેન ઓસ્ટ્રેલીયામાં પૂરી કરવાવાળો સૌથી ઝડપી ભારતીય બન્યો છે.
આ દુનિયાની સૌથી કઠિન રેસ હોય છે જેમાં બાર બાર કલાકના ટાસ્ક આપવામાં આવે છે. દિવસમાં બાર-બાર કલાકના અલગ અલગ તબક્કા હોય છે જેમાં ગુજરાતનો પહેલો એથલીટ બન્યો ઈંગિત આનંદ.
અલ્ટ્રામેન રેસમાં પહેલા દિવસ 10 કિલોમીટર સમુદ્રમાં સ્વિમિંગ કરવાનું પછી 140 કિલોમીટરની સાયકલિંગ બીજા દિવસે 281.1 કિલોમીટર સાયકલ ચલાવવાની અને ત્રીજા દિવસે 84.3 કિલોમીટર રનીંગ કરીને આ રેસ પૂરી કરવાની હોય છે આ રેસમાં 45 લોકોએ ભાગ લીધો હતો.
વર્લ્ડની અલગ અલગ કન્ટ્રીમાંથી લોકો આવ્યા હતા. જેમાં ભારતીય તરીકે પોતાનો ઈંગિત ડંકો વગાડ્યો હતો. આ રેસમાં ખેલાડીઓએ ભારે વરસાદ 13 14 ડિગ્રી તાપમાનની વચ્ચે અલ્ટ્રામેન રેસ પૂરી કરી હતી.
ઇંગીત આનંદને 2015માં પહેલી વખત ટ્રાયલોનમાં ભાગ લીધો હતો. 2016માં પહેલીવાર ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લીધો અને અત્યાર સુધી પાંચ આયરમેન પૂરી કરી ચૂક્યો છે.
2008 થી જ હેલ્ધી ડાયટ શરૂ કર્યું અને 2019થી દેવી પ્રોડક્ટનું સેવન બંધ કર્યું. સોમવારથી શુક્રવાર સવાર અને સાંજ દોઢ કલાક તે પ્રેક્ટિસ કરે છે.