LokSabha: અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન, પહેલા મહાદેવ મંદિરમાં જળાભિષેક અને આરતી કરી, જુઓ તસવીરો....

ગુજરાતમાં પ્રથમ બે તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. ગુજરાતમાં ફરી એકવાર ઝડપી મતદાનના આંકડા સામે આવી રહ્યાં છે. સવાર સવારેમાં ગુજરાતમાં બમ્પર મતદાન યોજાઇ રહ્યું છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/10
ગુજરાતમાં પ્રથમ બે તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યુ છે. ગુજરાતમાં ફરી એકવાર ઝડપી મતદાનના આંકડા સામે આવી રહ્યાં છે. સવાર સવારેમાં ગુજરાતમાં બમ્પર મતદાન યોજાઇ રહ્યું છે.
2/10
સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં મતદાન કર્યા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મતદાન કર્યુ છે.
3/10
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવાર સવારમાં જ અમદાવાદમાં મતદાન કરવા પહોંચ્યા હતા, અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જ્યાં તેઓનુ ઘર છે, ત્યાંથી સવારમાં જ મતદાન કર્યુ હતુ.
4/10
નારાણપુરાની સબ ઝૉનલ ઓફિસ પર અમિત શાહ મતદાન કરવા પહોંચ્યા હતા, અહીં તેમને પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ હતુ, અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ પણ કરી હતી. મતદાન દરમિયાન અમિત શાહ અમદાવાદના પવિત્ર અને પ્રસિદ્ધ કામેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા.
5/10
અમિત શાહે પોતાના ઘરની નજીક નારણપુરામાં મતદાન કર્યું હતુ
6/10
આ પહેલા અમિત શાહ પોતાના પરિવાર સાથે ભગવાન કામેશ્વર મહાદેવના મંદિર પહોંચ્યા હતા
7/10
મહાદેવ મંદિરમાં અમિત શાહે પત્ની સાથે જળાભિષેક અને આરતી ઉતારી હતી.
8/10
આ પહેલા અમિત શાહ અને નરેન્દ્ર મોદી એકસાથે જોવા મળ્યા હતા, નરેન્દ્ર મોદી મતદાન કરતી વખતે રસ્તાં પર ચાલતા નીકળ્યા હતા.
9/10
અમિત શાહે મતદાન બાદ મતદારોને ભારે મતદાન કરવા અપીલ કરી હતી.
10/10
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યુ હતુ.
Sponsored Links by Taboola