Ahmedabad: નગરદેવી ભદ્રકાળીના દર્શન માટે ઉમટ્યું માનવ મહેરામણ, સિંહાસન પર બિરાજી માતાએ આપ્યા દર્શન
નગરદેવી ભદ્રકાળીના દર્શન માટે વહેલી સવારથી માઈ ભક્તોએ લાંબી કતારો લગાવી છે. નગરદેવીએ સિંહાસન પર બિરાજમાન થઈ દર્શન આપ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રિને લઈ ભદ્રકાળી મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે. નવરાત્રિમાં તો માનવ મહેરામણ ઉભરાય છે.
ગુજરાત ભરના લોકો ભદ્રની આજુબાજુ પાથરણા બજારમાં ખરીદી કરવા આવે તો અચૂક ભદ્રકાળીનાં દર્શન કરે છે.
ભદ્રકાળી મંદિર અમદાવાદના સૌથી જૂના મંદિરોમાંનું એક હોવાનું માનવામાં આવે છે અને તે શહેરની મધ્યમાં ભદ્ર કિલ્લાની અંદર આવેલું છે.
પુરાવા મુજબ આ પવિત્ર મંદિર ઓછામાં ઓછા 800 વર્ષથી વધુ સમયથી અસ્તિત્વમાં છે. આ મંદિર અમદાવાદની નગર દેવી તરીકે માનવામાં આવે છે.
પાટણના રાજા અને સાબરમતી નદીના કિનારે કર્ણાવતીના સ્થાપક કર્ણદેવે ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હતી.
આજે જેમ ભદ્રનો કિલ્લો અને સિદી સૈયદની જાળી અમદાવાદની ઓળખ બની ચૂક્યાં છે. તે રીતે માતા ભદ્રકાળી માતાનું મંદિર પણ અમદાવાદના ધાર્મિક ચહેરાની ઓળખરૂપ છે.