Photos: હવે અમદાવાદનો એલિસ બ્રિજ બનશે ટૂરિસ્ટ પ્લેસ, ઐતિહાસિક બ્રિજની નવી ડિઝાઇન આવી સામે, 27 ખર્ચે થશે નવીનીકરણ
Ahmedabad Ellis Bridge Renovation: અમદાવાદના જુના અને ઐતિહાસિક એલિસ બ્રિજનું હવે ટુંક સમયમાં નવીનીકરણ કરવામાં આવશે, સોમવારે મળનારી બેઠકમાં આ અંગ્રેજ શાસન દરમિયાનના એલિસ બ્રિજને નવા રૂપ અને રંગ સાથે તૈયાર કરવાની ખાસ દરખાસ્ત આવી છે,
Download ABP Live App and Watch All Latest Videos
View In App27 કરોડના ખર્ચે એલિસ બ્રિજને સંપૂર્ણપણે નવી રીતે દેખાવમાં લાવવામાં આવશે. એલિસ બ્રિજ વર્ષ 1982માં અંગ્રેજ શાસન દરમિયાન તૈયાર કરવામાં આવ્યો હતો.
અમદાવાદના ઐતિહાસિક બ્રિજ એલિસ બ્રિજને લઇને અમદાવાદીઓને એક સારા સમાચાર મળવાના છે. વર્ષ 1892માં બનાવવામાં આવેલા ઐતિહાસિક એલિસબ્રિજનું હવે બહુ જલદી નવીનીકરણ કરાશે.
સોમવારે મળનારી રૉડ એન્ડ બિલ્ડીંગ કમિટીની બેઠકમાં એલિસબ્રિજના સમારકામની અને નવીનીકરણ માટેની ખાસ દરખાસ્ત આવી છે. અંગ્રેજોના શાસનમાં વર્ષ 1892માં બનાવવામાં આ એલિસ બ્રિજ બનાવવામાં આવ્યો હતો.
આ દરખાસ્ત પ્રમાણે આગામી દિવસોમાં 27 કરોડના ખર્ચે સંપૂર્ણ નવા દેખાવ સાથે એલિસ બ્રિજને તૈયાર કરવામાં આવશે. બ્રિજની વચ્ચેના ભાગમાં મનોરંજન માટે ઉપકરણો મુકવા ખાસ આયોજન કરાયું છે.
એલિસ બ્રિજ 433 મીટર લાંબો અને 6.25 મીટર પહોછે છે, જેને અંદાજિત 27 કરોડના ખર્ચે આધુનિક બનાવવા માટે કામગીરી હાથ ધરાશે.