PM Modi In Vande Bharat Train: વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન મોદીએ આપી લીલી ઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગરમાં નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2019માં વડાપ્રધાન મોદીએ દિલ્હીથી વારાણસી સુધીની દેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારે તેઓએ મુસાફરીનો આનંદ માણ્યો નહોતો.
આ ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ વડાપ્રધાને વંદે ભારત ટ્રેનમાં ગાંધીનગરથી કાલુપુર સુધીની અડધો કલાકની મુસાફરી પણ માણી હતી.
વડાપ્રધાન વંદે ભારત ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.
અગાઉ 2019માં તેમણે દિલ્હીથી વારાણસી સુધીની દેશની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારે તેઓએ મુસાફરી કરી નહોતી
દેશમાં દોડતી આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે. તેને વંદે ભારત 2.0 નામ આપવામાં આવ્યું છે કારણ કે આ ટ્રેનને અગાઉની ટ્રેનોની સરખામણીમાં અપગ્રેડ કરવામાં આવી છે.
હાલમાં પ્રથમ વંદે ભારત ટ્રેન દિલ્હીથી પીએમ મોદીના લોકસભા ક્ષેત્ર વારાણસી સુધી દોડે છે, જ્યારે બીજી વંદે ભારત ટ્રેન દિલ્હીથી માતા વૈષ્ણો દેવી માતાના મંદિરના સ્થળ કટરા જાય છે.
નવી વંદે ભારત ટ્રેનસેટ તૈયાર કરવા માટે 115 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે અગાઉની ટ્રેનો કરતા 15 કરોડ રૂપિયા વધુ છે.
નવી વંદે ભારત ટ્રેન 129 સેકન્ડમાં 160 કિમીનો વેગ પકડવાની ક્ષમતા ધરાવે છે. તેમજ ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.